લખનઉ: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 શરૂ થવાની છે. ઉત્તર પ્રદેશે આ આગામી ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં ભુવનેશ્વર કુમાર, રિંકુ સિંહ, નીતિશ રાણા અને યશ દયાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતને હરાવીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું ઉત્તર પ્રદેશ
ગયા વર્ષે કરણ શર્માને ઉત્તર પ્રદેશનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે ભુવનેશ્વર કુમારને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. ભુવનેશ્વર કુમાર ટીમની કેપ્ટનશીપ સંભાળશે, પરંતુ ધ્રુવ જુરેલ આ વખતે ટીમનો ભાગ હશે નહીં જે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થયો છે.
આ પણ વાંચો: વિજય હઝારે ટ્રોફીઃ કાર્તિકનું નસીબ ચમક્યું, તમિલનાડુ ક્રિકેટ ટીમે બનાવ્યો કેપ્ટન
કેપ્ટન ભુવનેશ્વર કુમારની વાત કરીએ તો તે છેલ્લે ઉત્તર પ્રદેશ ટી-20 લીગમાં રમતો જોવા મળ્યો હતો, જ્યાં તે 11 મેચમાં માત્ર 7 વિકેટ જ લઈ શક્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2023માં ઉત્તર પ્રદેશ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું, જ્યાં તેને પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં પંજાબના હાથે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભુવનેશ્વર કુમાર 2014થી 2024 સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો, પરંતુ હૈદરાબાદે આઇપીએલ 2025ના મેગા ઓક્શન અગાઉ રીલિઝ કરી દીધો હતો.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે ઉત્તર પ્રદેશની ટીમ
ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), માધવ કૌશિક (વાઈસ-કેપ્ટન), કરણ શર્મા, રિંકુ સિંહ, નીતિશ રાણા, સમીર રિઝવી, સ્વસ્તિક ચિકારા, પ્રિયમ ગર્ગ, આર્યન જુયાલ, આદિત્ય શર્મા, પીયૂષ ચાવલા, વિપરાજ નિગમ, કાર્તિકેય જયસ્વાલ, શિવમ શર્મા, યશ દયાલ, મોહસિન ખાન, આકીબ ખાન, શિવમ માવી, વિનીત પંવાર.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને