Akshay Kumar and woman  movie   scene IMAGE BY PINKVILLA

સતત ફ્લૉપ ફિલ્મો આપતા અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સ આજથી થિયેટરોમાં રિલિઝ થઈ છે. ભારત-પાકિસ્તાનના યુદ્ધનો વિષય લઈ બનેલી આ ફિલ્મમાં એરફોર્સના બલિદાન અને રાષ્ટ્રભક્તિના રંગ છે અને અક્ષય એર ફોર્સ અધિકારીની ભૂમિકામાં છે ત્યારે ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યા છે, પણ ખેલાડી કુમારની પ્રસંશા થઈ રહી છે. જોકે ફિલ્મ ફ્લોપ હોય કે હીટ અક્ષય પોતાના પાત્રને પૂરો ન્યાય આપતો હોય છે, પણ હાલમાં અક્ષય ફિલ્મ સાથે બીજી એક બાબતે પણ ચમક્યો છે. અક્ષય કુમારે પોતાનો ફ્લેટ વેચ્યો છે.

રિયલ એસ્ટેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર અક્ષય કુમાર દ્વારા વેચવામાં આવેલ એપાર્ટમેન્ટ સ્કાય સિટીમાં આવેલ છે. સ્કાય સિટીને ઓબેરોય રિયલ્ટીએ બનાવ્યું છે. 25 એકરમાં ફેલાયેલા સિટિમાં અક્ષય કુમારે નવેમ્બર 2017માં 2.38 કરોડ રૂપિયામાં એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું અને તેને 4.25 કરોડ રૂપિયામાં વેચ્યું છે, જેથી 78 ટકાનો લાભ અક્ષયને થયો હોવાનું જાણવા મળ્યું છે. અક્ષયનું ઘર 1000 સ્કવેર ફીટનું છે અને બે કાર પાર્કિગ પણ ખરીદનારને મળ્યા છે. અક્ષયે નિયમાનુંસાર સ્ટેમ્પ ડ્યૂટી ભર્યાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : અક્ષય કુમારની ભૂત બંગલા ફિલ્મના શૂટિંગના થયા શ્રીગણેશઃ તબ્બુએ પોસ્ટ શેર કરી…

જોકે અક્ષયે આવી જરૂર કેમ પડી તે મામલે કોઈ સ્પષ્ટતા નથી. બીજી બાજુ વીર પહાડીયા સાથેની તેની ફિલ્મ સ્કાય ફોર્સને કેવો પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર છે અને ખાસ કરીને અક્ષયના ડગમગાતા કરિયરને બચાવે છે કે પછી ફરી નવી ફિલ્મની રાહ જોવી પડશે તે પણ નક્કી થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને