સ્મોલ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો, નાકા ડિલિવરીમાં પીછેહઠ

2 hours ago 1

નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે મુખ્યત્વે સ્મોલ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની માગ ઉપરાંત અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ મર્યાદિત રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૫નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ હતો, પરંતુ રિટેલ સ્તરની એકંદરે માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. તેમ છતાં આજે મુખ્યત્વે સ્મોલ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની પ્રબળ માગ અને અમુક માલની ગુણવત્તા પણ સારી આવી હોવાથી વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૭૨૨થી ૩૭૮૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૭૨થી ૩૯૩૬માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.

જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ છૂટીછવાઈ રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૫નો ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૨૦થી ૩૬૭૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૮૦થી ૩૭૬૦માં થયાના અહેવાલ હતા.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article