નવી દિલ્હી: ઉત્તર પૂર્વ ભારતના રાજ્ય મણિપુરમાં વર્ષ 2023ના મે મહિનામાં શરુ થયેલી હિંસા હજુ પણ શાંત નથી થઇ શકી, હજુ પણ અવારનવાર હિંસા અને તોડફોડની ઘટનાઓ બનતી (Manipur Violence) રહે છે. રાજ્યના લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. એવામાં મણિપુરથી એક ચોંકાવનારો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં કેટલાક લોકો હાથમાં હથિયારો સાથે મેદાનમાં ફૂટબોલ રમતા જોવા મળે છે, ખેલાડીઓના હાથમાં AK-47 અને અમેરિકાની M સિરીઝની એસોલ્ટ રાઇફલ્સ જોવા (Football with AK 47 successful hands) મળું રહી છે. આ વિડીયો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથડેલી સ્થિતિની સાબિતી આપે છે.
આ ફૂટબોલ મેચ વોર્મ-અપનો આ વીડિયો સૌપ્રથમ મણિપુરના કાંગપોકપી જિલ્લાના એક સોશિયલ મીડિયા પ્રભાવકના પેજ પર દેખાયો હતો, હવે આ વીડિયો દેશભરમાં વાયરલ થઈ રહ્યો છે.
ક્યાંનો છે આ વિડીયો:
વીડિયોમાં એક પોસ્ટર પણ જોવા મળે છે, જેના પર સ્થળનું નામ નોહજાંગ કિપગેન મેમોરિયલ પ્લેગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ ગામનોમ્ફાઈ ગામમાં આવેલું છે. આ ગામ મણિપુરની રાજધાની ઇમ્ફાલથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે. પોસ્ટર પર લખેલી માહિતી મુજબ, આ મેચ 20 જાન્યુઆરીએ રમાઈ હતી.
વીડિયોમાં દેખાતા ખેલાડીઓના ફૂટબોલ જર્સીના આગળના ભાગમાં સનાખાંગ લખેલું છે. AK રાઇફલ સાથેના ખેલાડીની જર્સીની પાછળ ગિના કિંગપેન અને 15 નંબર લખેલો છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નમ્પી રોમિયો હંસાંગે ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો હતો, બાદમાં વીડિયો ડિલીટ કરી દીધો. ત્યાર બાદ તેણે એ જ ફૂટબોલ મેચનો એક નાનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં લોકોના હાથમાં બંદુકો ન હતી. નવો વીડિયો એડિટ કરેલો હતો અને બંદૂકોવાળો ભાગ દૂર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…દિલ્હીની સ્કૂલ અને કોલેજમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે
કોણ છે બંદૂકધારીઓ?
વિડીયોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂટબોલ મેચની ઝલક જોવા મળે છે. વીડિયોના અંતે, બંદૂકધારીઓ નાચતા જોવા મળે છે. તેમના હેલ્મેટ અને ખભાના પટ્ટા પર લાલ રંગનો લોગો છે જે સામાન્ય રીતે કુકી નેશનલ ફ્રન્ટ-પીના ઉગ્રવાદીઓ સાથે જોડાયેલો.
મેઇતેઇ સમુદાયના એક નાગરિક સમાજ સંગઠને X પર આ વિશે પોસ્ટ કરી અને અધિકારીઓને તપાસ કરવા અરજી કરી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને