દુબઈઃ વડોદરામાં રહેતા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગુજરાતને તથા ગુજરાતી સમાજને તેમ જ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. આઇસીસીએ ટી-20ના નવા રૅન્કિંગ જાહેર કર્યા છે જે મુજબ હાર્દિક ઑલરાઉન્ડર્સની યાદીમાં ફરી પાછો નંબર-વન થઈ ગયો છે.
આ પણ વાંચો : બેમાંથી એક સ્પિનરને બદલે નીતિશ રેડ્ડીને રમાડજો, બહુ કામ લાગશેઃ ગાંગુલી
જૂન મહિનામાં ટી-20ના વર્લ્ડ કપમાં ભારતને ટ્રોફી અપાવવામાં મોટી ભૂમિકા ભજવનાર હાર્દેિકે તાજેતરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું જેને પરિણામે તેને રૅન્કિંગમાં બે ક્રમનો ફાયદો થયો છે. તે ટી-20ના ઑલરાઉન્ડર્સના રૅન્કિંગમાં ત્રીજા નંબર પરથી પ્રથમ સ્થાને આવી ગયો છે.
હાર્દિકે ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટન પાસેથી નંબર-વનનો તાજ છીનવી લીધો છે. હાર્દિકના નામે (કરીઅર-બેસ્ટ) 266 રેટિંગ પૉઇન્ટ છે, જ્યારે નેપાળનો દીપેન્દ્ર એઇરી 241 પૉઇન્ટ સાથે બીજા નંબરે અને લિઆમ લિવિંગસ્ટન 259 પૉઇન્ટ સાથે ત્રીજે છે.
ભારતે તાજેતરમાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં સાઉથ આફ્રિકામાં ટી-20 સિરીઝ 3-1થી જીતી લીધી હતી. એમાં હાર્દિક સાધારણ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ છતાં પ્રશંસનીય રમ્યો હતો.
2024ની સાલમાં હાર્દિકે બીજી વખત ટી-20ના ઑલરાઉન્ડ રૅન્કિંગમાં સર્વોચ્ચ રૅન્ક મેળવી છે. એના પરથી સાબિત થાય છે કે આ ફૉર્મેટમાં હાર્દિકનું કેટલું બધુ મહત્ત્વ છે.
આ પણ વાંચો : એમઆઈમાં હાર્દિકની વધુ એક કૅપ્ટન્સી પર સૌની નજર
2024ના વર્ષમાં હાર્દિક કુલ 352 રન બનાવી ચૂક્યો છે અને તેણે કુલ 16 વિકેટ લીધી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને