Congress: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે હિમાચલ પ્રદેશમાં જિલ્લા અને બ્લૉક યુનિટની સાથે સાથે સમગ્ર રાજ્યની કોંગ્રેસ કમિટી (પીસીસી)ને તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું હતું. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટમીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે.
આ પગલાં ને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના પુનર્ગઠનની યોજનાના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ પીસીસીમાં કોઈ બદલાવ થયો નહોતો.
આપણ વાંચો: Kangana Ranautની મુશ્કેલીમાં વધારો, હિમાચલ પ્રદેશ વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ પસાર…
હિમાચલ પ્રદેશ કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ પ્રતિભા સિંહ પહેલાથી જ પાર્ટીના સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્ય બની ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહને 2022માં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી.
એઆઈસીસી મહાસચવિ કે સી વેણુગોપાલ તરફથી જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટીની સમગ્ર પીસીસી, જિલ્લા અધ્યક્ષો અને બ્લોક કોંગ્રેસ સમિતિને તાત્કાલિક અસરથી ભંગ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ જૂથબંધીથી ત્રસ્ત છે. ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં ચૂંટણી દરમિયાન સત્તારૂઢ કોંગ્રેસના ઉમેદવાર અભિષેક સિંઘવી ભાજપના હર્ષ મહાજન સામે હાર થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.