![](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/badass-ravikumar-loveyapa-first-day-collection.webp)
હિમેશ રેશમિયાની ‘બૈડએસ રવિ કુમાર’ આ વર્ષની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ગણાતી હતી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેના સંવાદો અને વન લાઈનર્સે ધૂમ મચાવી દીધી હતી અને લોકો આ ફિલ્મની અતુરતાથી રાહ જોવા લાગ્યા હતા. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ ઘણું જ સારું થયું હતું. આ ફિલ્મ સાત ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની સાથે જ આ દિવસે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન અને બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી ખુશી કપૂરને ચમકાવતી ‘લવયાપા’ પણ રિલીઝ થઈ છે. તો આપણે પહેલા દિવસની આ બંને ફિલ્મની કમાણી જાણીએ.
બોલિવૂડમાં ફિલ્મો વચ્ચે ટક્કર થવાની ઘટના કંઇ આજની નથી. અગાઉ પણ મોટી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ટકરાઇ ચૂકી છે. હાલમાં શુક્રવારે જ બે વધુ ફિલ્મો રજૂ થઇ છે અને બંને વચ્ચે ગાઢ સ્પર્ધા જોવા મળી રહી છે. આપણે હિમેશ રેશમિયા સ્ટારર ‘બૈડએસ રવિ કુમાર’ અને જુનૈદખાનની ‘લવયાપા’ની વાત કરી રહ્યા છીએ. બંને ફિલ્મે રિલીઝ થતા જ ધૂમ મચાવી દીધી હતી. બંનેને સારા રિવ્યુ મંળ્યા હતા. હવે પહેલા દિવસની કમાણીની આંકડા આવી ગયા છે.
હિમેશ રેશમિયાની ‘બૈડએસ રવિ કુમાર’ નું એડવાન્સ બુકિંગ સારુ થયું હતું. ફિલ્મે પહેલા દિવસે 2.75 કરોડની કમાણી સાથે ખાતુ ખોલ્યું છે. હવે આપણે આની સાથે જ રજૂ થયેલી બીજી ફિલ્મ ‘લવયાપા’ની વાત કરીએ તો આ ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન ‘બૈડએસ રવિ કુમાર’ કરતા ઘણું ઓછું રહ્યું છે. ફિલ્મે પહેલા દિવસે માત્ર 1.25 કરોડ રૂપિયાનું જ કલેક્શન કર્યું છે. આમ બંને ફિલ્મોની કમાણીના આંકડા ઘણા ઓછા છે.
Also read: Badass Ravikumar Review: હિમેશ રેશમિયાની આ રેટ્રો મસાલાએ ક્રિટિક્સ અને ઓડિયન્સને આપી સરપ્રાઈઝ
જોકે, આ તો બંને ફિલ્મના પ્રારંભિક આંકડા છે, જેમાં ફેરફાર પણ થઇ શકે છે. આવનારા દિવસોમાં ‘બૈડએસ રવિ કુમાર’ અને ‘લવયાપા’ સારો બિઝનેસ કરી શકે છે. સકારાત્મક સમીક્ષા છતાં બંને ફિલ્મ ખાસ કમાણી કરી શકી નથી. જોકે, એ માટે એમ માનવામાં આવે છે કે શનિવારે દિલ્હી વિધાન સભાની ચૂંટણીના પરિણામ આવવાના હોવાથી લોકોનું ધ્યાન એમાં હતું. કદાચ શનિવારે પણ આ બંને ફિલ્મોને દર્શક નહીં મળે, પણ રવિવારે આ ફિલ્મની કમાણી ઉંચકાઇ શકે છે. આ બંને ફિલ્મની સાથે જ નાગા ચૈતન્ય અને સાંઇ પલ્લવીની ફિલ્મ થંડેલ પણ રિલીઝ થઇ છે. આ ફિલ્મ તામિલ, તેલુગુ, કન્ન્ડ, મલયાલમ અને હિન્દી ભાષામાં રજૂ થઇ છે અને પહેલા દિવસે આ ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને