રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024માં જીત મેળવ્યા બાદ ઝારખંડ મુક્તિ મોરચા(JMM)ના વડા હેમંત સોરેન આજે મુખ્ય પ્રધાન પદના સપથ (Hemant Soren oath ceremony) લેશે. ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. 49 વર્ષીય હેમંત સોરેન ચોથી વખત મુખ્ય પ્રધાન પદના શપથ લેશે. એવામાં આહેવાલો છે કે સોરેન આજે એકલા જ શપથ લેશે, અન્ય કોઈ પ્રધાન આજે સપથ નહીં લે.
કોંગ્રેસે યાદીના સોંપી:
એક મીડિયા અહેવાલ મુજબ સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ને હજુ સુધી સાથી કોંગ્રેસ તરફથી પ્રધાનોની કોઈ યાદી મળી નથી. નવી સરકાર વિશ્વાસ મત જીત્યા બાદ આવતા અઠવાડિયે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન પદ સિવાય JMM પાસે છ પ્રધાન હોઈ શકે. કોંગ્રેસને ચાર પ્રધાન પદ અને તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતા દળને એક પ્રધાન પદ મળશે.
Also read: ઝારખંડ: હેમંત સોરેન બાદ હવે મંત્રી આલમગીર આલમની EDએ કરી ધરપકડ
આ મહાનુભાવો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે:
ઝારખંડની રાજધાની રાંચીના મોરહાબાદી મેદાનમાં આજે શપથ સમારોહ યોજાશે. ઈન્ડિયા ગઠબંધનના ટોચના નેતાઓ તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, એનસીપીના વડા શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમા, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ હાજરી આપે તેવી શક્યતા છે.
Also read: હેમંત સોરેનને ફરી જેલમાં નખાય તો લોકોની સહાનુભૂતિ મળશે
ઇન્ડિયા ગઠબંધને સતત બીજી વખત જીત નોંધાવી:
ઝારખંડમાં ઈન્ડિયા એલાયન્સની આ સતત બીજી જીત છે. ઝારખંડ વિધાનસભાની 81 બેઠકોમાંથી ઝારખંડ મુક્તિ મોરચાએ 34 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીતી છે. રાષ્ટ્રીય જનતા દળે 4 અને સીપીઆઈ (એમએલ)એ 2 બેઠકો જીતી છે. જીત પછી, હેમંત સોરેને ભાષણમાં કહ્યું હતું કે, “અમારા નેતૃત્વમાં સતત વિશ્વાસ રાખવા બદલ હું ઝારખંડના લોકોનો આભારી છું. આ જીત લોકોની આકાંક્ષાઓને રજુ કરે છે અને અમે તેને પૂર્ણ કરવા માટે કામ કરીશું. આ લોકોનો જીત છે અને શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ ઝારખંડ માટે તેમના વિઝનનો વિજય છે.”
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને