“હોમગાર્ડ જવાને Whatsapp મેસેજ આપ્યા તલાક….” મહિલાએ નોંધાવી ફરિયાદ

1 hour ago 1

અમદાવાદ: ગુજરાતમાં સંતરામપુર બાદ હવે અમદાવાદમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. અમદાવાદનાં ઈસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કહ્યું છે કે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા તેના પતિએ તેને વોટ્સએપ પર મેસેજ કરીને ટ્રિપલ તલાક આપ્યા છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં પતિને અન્ય કોઇ મહિલા સાથે અનૈતિક સબંધો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

Also read: Breaking News: Porbandar થી ઝડપાયું 500 કિલો ડ્રગ્સ, NCB અને ATSનું સંયુકત ઓપરેશન

વોટ્સએપ મેસેજથી આપ્યા તલાક: અમદાવાદનઅ ઇસનપુરમાં એક મહિલાએ તેના પતિ સામે વોટ્સએપ પર ટ્રિપલ તલાક આપવાની ફરિયાદ નોંધવામાં આવી છે. એક હોમગાર્ડે તેની પત્નીને સાથે દુર્વ્યવહાર કર્યા બાદ તેણે વોટ્સએપ પર મેસેજ પર ત્રણ વાર છૂટાછેડાની વાત કહી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીડિત મહિલાએ આરોપી વિરુદ્ધ FIR નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે તેના પતિના અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધો હોય જેના કારણે તે તેને હેરાન કરતો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

2023થી રહે છે પિયર: મહિલાનું કહેવું છે કે તેનો પતિ મોહમ્મદ મણિનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ છે. તે ઈસનપુરમાં તેના પરિવાર સાથે રહે છે. પીડિતાએ વધુમાં જણાવ્યું કે તેના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. હવે તેના પતિએ વોટ્સએપ પર તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને ટ્રિપલ તલાક આપ્યા. પતિને અન્ય કોઇ મહિલા સાથે અનૈતિક સબંધો હોવાને લઈને ઘરમાં અવારનવાર ઝઘડો થતો હતો અને આથી જ મહિલાએ 2023 માં પતિના ઘરને છોડીને તેના પિયર રહેતી હતી.

Also read: અમદાવાદમાં Diljit Dosanjh ની કોન્સર્ટના પાસની કાળાબજારી, આટલો ભાવ બોલાયો

દહેજની માંગ સામે કર્યો હતો કેસ: જ્યારે તેણે ઘર છોડ્યું તે સમયે મહિલાએ તેના પતિ સામે દહેજ માટે ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો. જો કે આ મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article