Finance company, transgression  against 3  persons

મુંબઈ: ઓનલાઇન શેર ટ્રેડિંગ સ્કેમમાં કોલાબાના કેળાના વેપારી સાથે સાયબર ક્રિમિનલ્સે 67.7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરતાં સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

આ પણ વાંચો : …તો મુંબઈગરા સંભાળીને પાણી વાપરજોઃ દાદર, પરેલ, પ્રભાદેવીમાં 22 કલાક માટે પાણી બંધ

કોલાબા માર્કેટ ખાતે રહેતા અને જથ્થાબંધ કેળાનો વ્યવસાય ધરાવતા 36 વર્ષના સુરેશ સીતારામ લંબોરને કોઇ પણ પૂર્વ સૂચના વિના વ્હૉટ્સઍપ ગ્રૂપમાં ઍડ કરવામાં આવ્યો હતો, જેમાં 170 સભ્યો હતા. ત્યાર બાદ એક વ્યક્તિએ સુરેશ લંબોરનો સંપર્ક સાધ્યો હતો, જેણે પોતાની ઓળખ અમિત કુમાર તરીકે આપી હતી અને શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતર મળશે, એવો દાવો તેણે કર્યો હતો. અમિત કુમારે લિંક દ્વારા સુરેશને ‘યસ પ્રો’ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહી પ્લેટફોર્મ પર નોંધણી કરવા તથા એકાઉન્ટ ખોલવા માટે માર્ગદર્શન કર્યું હતું.

શરૂઆતમાં સુરેશે પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરતાં તેને 110 ટકા નફો દર્શાવવામાં આવ્યો હતો. બાદમાં 16 અલગ અલગ બેન્ક એકાઉન્ટ્સમાં બહુવિધ વ્યવહારોમાં 67.7 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું તેને કહેવામાં આવ્યું હતું. દર વખતે તેને નોંધપાત્ર નફાનો વાયદો આપવામાં આવતો હતો અને તેના ભંડોળને નવા શૅર વિકલ્પોમાં ફરીથી રોકવામાં આવતું હતું.

આ પણ વાંચો : Good News: બોરીવલી-થાણે ટ્વિન ટનલ પ્રોજેક્ટે પકડી ‘બુલેટ’ ગતિ

સુરેશે જયારે નફાની રકમ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને તેની અંદાજિત કમાણી પર 10 ટકા સર્વિસ ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. દરમિયાન સુરેશ પાસે વધુ રૂપિયાની માગણી કરવામાં આવતાં તેને શંકા ગઇ હતી. દરમિયાન પોતે છેતરાયો હોવાનું તેના ધ્યાનમાં આવ્યું હતું. સુરેશે આ બાબતની જાણ એનસીસીઆર પોર્ટલને કરી, અનેક ફરિયાદ નોંધાવી અને બાદમાં તેણે સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સુરેશની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને