Jaideep Ahlawat Patal Lok Season 2 Image: Amazon Prime IN

એક સમયે નાટકો લોકોને બગાડશે તેમ કહેવાતું, પછી ફિલ્મો, પછી ટીવી અને હવે મોબાઈલ. આપણા સમાજની વ્યવસ્થાઓ કે કાયદામાં રહી ગયેલી કચાશ માટે દોષનો ટોપલો આપણે ક્યાંક ઢોળતા હોઈએ છીએ ત્યારે અભિનેતા જયદીપ આહલાવત આ વાતે ગુસ્સે થઈ ગયો છે. એક ઈન્ટરવ્યુમાં જયદીપે કહ્યું છે કે વારંવાર સમાજમાં કંઈક ખરાબ થાય કે અઘટીત ઘટના ઘટે તો ફિલ્મો પર ઢોળી દેવામાં આવે છે.

Also read: Box Office Collection: પહેલા દિવસે કંગનાની ફિલ્મ ઈમરજન્સીના શું થયા હાલ, જાણો?

લોકો જો શિખવું જ હોય તો રામાયણ મહાભારતમાંથી શિખે ને ફિલ્મોમાંથી શું કામ શિખે તેવો સવાલ તેણે કર્યો હતો. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે ફિલ્મોમાં જે થાય છે તે સમાજમાં નથી થતું, સમાજમાં જે થાય છે તે ફિલ્મોમાં દેખાડવામાં આવે છે. તેણે એમ પણ કહ્યું કે કોઈ છોકરાના મનમાં ગુનાખોરી હશે જ હવે તે જ્યારે મિર્ઝાપુર જુએ છે ત્યારે તેને થાય છે કે મારે ગુડ્ડુભૈયા બનવું છે. જયદીપે એમ કહ્યું કે 140 કરોડની વસ્તીને સુધારવાની જવાબદારી માત્ર ફિલ્મો-ટીવી પર નાખવી ખોટી છે. જયદીપ ફરી પતાળલોક-2માં આવી રહ્યો છે. કોરોના સમયે તેની રિલિઝ થયેલી આ ઓટીટી સિરિઝ ખૂબ જ લોકપ્રિય બની હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને