આપણામાંથી મોટાભાગના લોકોએ હવાઈ મુસાફરી કરી જ હશે અને એ દરમિયાન તમને પણ જાત જાતના અનુભવ થયા જ હશે, પરંતુ આજે અમે ઉપ્સ… એક ભૂતપૂર્વ એર હોસ્ટેસ દ્વારા શેર કરવામાં આવેલા અનુભવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે ચોંકી ઉઠશો. આ એર હોસ્ટેસે કરેલાં ચોંકાવનારા ખુલાસામાં કહ્યું છે કે ફ્લાઈટમાં ક્યારેય પણ બોટલ કે કેનમાં પેક ના હોય એવા પીણા પીવાનું ટાળવું જોઈએ. આ પાછળનું કારણ પણ એર હોસ્ટેસે પોતાના વીડિયોમાં આપ્યું છે. આવો જોઈએ શું છે આ પાછળનું કારણ-
આ પણ વાંચો : બ્લિંકિટ, ઝેપ્ટો કે સ્વિગી કોણ છે સૌથી ફાસ્ટ? એક મહિલાએ કર્યો આવો પ્રયોગ, સોશિયલ મીડિયા પર ચર્ચા
ભૂતપૂર્વ એર હોસ્ટેસ અને કન્ટેન્ટ ક્રિયેટર કેટ કમલાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલાં વીડિયોમાં આ વિશે માહિતા આપતા જણાવ્યું હતું કે ફ્લાઈટમાં હંમેશા કેન કે બોટલવાળા પીણા કે પાણી પીવાનું રાખો. છ વર્ષ કરતાં પમ લાંબા સમય સુધી એર હોસ્ટેસ તરીકે કામ કર્યું છે અને એ સમયના પોતાના અનુભવો તે રીલ્સ બનાવીને યુઝર્સ સાથે શેર કરે છે.
કેટે એક રીલમાં આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ફ્લાઈટમાં પાણીની ટાંકી કદાચ જ સાફ કરવામાં આવે છે અને તે ખૂબ જ ગંદી હોય છે. એટલું જ નહીં પણ તેણે જણાવ્યું હતું કે આ જ પાણી કોફી અને ચા બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી. આ ઉપરાંત તેણે વિમાનમાં ઉપયોગમાં લેવામાં આવતા કોફી મશીનની સફાઈ સામે પણ સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે આ મશીન ત્યાં સુધી સારી રીતે સાફ નથી કરવામાં આવતી જ્યાં સુધી તે ખરાબ ના થઈ જાય. જોકે, તેણે એવું પણ કહ્યું હતું કે ફ્લાઈટ ટેક ઓફ કરે એ પહેલાં મશીનના પોટ ચોક્કસ બદલવામાં આવે છે, પણ પૂરું મશીન ક્યારેય સાફ નથી કરવામાં આવતું.
કેટે વધુ માહિતા આપતા જણાવ્યું હતું કે આ પાણીના મશીન મોટાભાગે લેવેટરીની આસપાસ હોય છે જેથી ઈન્ફેક્શન ફેલાવવાનું જોખમ પણ વધી જાય છે. કેટે નાના શિશુના માતા-પિતા માટે મહત્ત્વની માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે ક્યારેય પણ ફ્લાઈટમાં તમારા નાના બાળકનું દૂધ બનાવવા માટે ગરમ પાણી ના માંગશો. ઘરેથી જ કે ફ્લાઈટમાં બોર્ડ કરતાં પહેલાં ગરમ પાણી ફ્લાસ્કમાં ભરી લેવું હિતાવહ છે.
આ પણ વાંચો : Eiffel Tower ના ટોપ પર છે આ સિક્રેટ રૂમ, બધાને નથી એન્ટ્રી, જાણો શું છે આ રૂમનું સિક્રેટ?
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ એક ફ્લાઈટ એટેન્ડન્ટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફ્લાઈટમાં ઉપયોગમાં લેવાયા હોટ વોટર પોટ્સ ભાગ્યે જ સાફ કરવામાં આવે છે. એટલે સારું રહેશે કે તમે ફ્લાઈટમાં માત્ર ઠંડા પીણાનું સેવન કરવું જોઈએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને