પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે. આ ભવ્ય અને દિવ્ય મહાકુંભમાં આ વખતે દરેક સ્તરે મોટા પાયે તૈયારી કરવામાં આવી છે. ત્રિવેણી સંગમ નજીકના સમગ્ર પ્રયાગરાજ વિસ્તારને ટેન્ટ સિટીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આ વખતે દેશવિદેશથી કરોડો લોકો ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી આસ્થાના સ્નાન માટે આવી રહ્યા છે. 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભનો અને પવિત્ર સ્નાનનો લહાવો લેવામાં બોલીવુડ સ્ટાર્સ પણ પાછળ નથી. ઘણા કલાકારો કુંભમેળામાં જવાના છે. ધ કેરળ સ્ટોરી અને બસ્તર: ધ નક્સલ સ્ટોરી ફેમ અભિનેત્રી અદા શર્માએ પહેલીવાર કુંભમેળામાં હાજરી આપી છે. મહાકુંભમાં આવીને તેણે લાઇમલાઇટ ચોરી લીધી છે. તેણે લાખો શ્રદ્ધાળુઓ સમક્ષ શિવ તાંડવ સ્તોત્રમના લાઈવ પાઠ કર્યા છે.
અદા શર્માએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્ટેજ પર ઊભી રહીને શિવ તાંડવ સ્તોત્રમના પાઠ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે હર હર મહાદેવ કહેતી પણ જોવા મળી રહી છે.
અદા શર્મા ભગવાન શિવની પરમ ભક્ત છે. તેને શિવ તાંડવ સ્તોત્રમ કંઠસ્થ છે અને ઘણીવાર તે સોશિયલ મીડિયા પર તેનાથી સંબંધિત પોસ્ટ પણ શેર કરતી રહેતી હોય છે આ વખતે મહાકુંભ મેળામાં તેણે કરોડો શ્રદ્ધાળુ સામે શિવ તાંડવ સ્તોત્રમનું લાઈવ પરફોર્મન્સ આપ્યું છે. અદા શર્માના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેણે 2008માં રજનીશ દુગ્ગલ સાથે હોરર ફિલ્મ ‘1920’ થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 2023 માં આવેલી ‘ધ કેરળ સ્ટોરી’માં તેના અભિનય ઘણો જ વખણાયો હતો. તેણે ‘કમાન્ડો 2’, ‘હસી તો ફસી’, ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે હિન્દી ઉપરાંત તેલુગુ, કન્નડ અને તમિલ ભાષાની ફિલ્મોમાં પણ જોવા મળી છે.
Also read: મહાકુંભમાં થશે બે લાખ કરોડથી વધુનો વેપાર, બનશે મેગા માર્કેટિંગ ઇવેન્ટ…
જોકે, મહાકુંભમાં પર્ફોર્મન્સ આપવામાં અભિનેત્રી અદા શર્મા એકલી નથી. 26મી જાન્યુઆરીએ સાધના સરગમ, 17મી જાન્યુઆરીએ શાન, 31 જાન્યુઆરીએ રંજની અને ગાયત્રી પર્ફોર્મન્સ આપવાની છે. તો 24મી ફેબ્રુઆરીએ મોહિત શો પર્ફોર્મન્સ આપશે. આ ઉપરાંત હંસરાજ હંસ, હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ જેવા સ્ટાર્સ પણ કુંભમેળામાં પર્ફોર્મન્સ આપવાના છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને