Theft accused escapes from Ahmedabad's Kagdapith constabulary  station.

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરનું કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. જેમાં પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી પોલીસને જ ચકમો આપીને ફરાર થઇ ગયો છે. આ ઘટના વિગત મુજબ  કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે રોકી વાઘેલા બેઠો હતો અને પોલીસ સ્ટેશનમાંથી અચાનક તે ફરાર થઈ ગયો હતો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસની બેદરકારીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.

અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ

કાગડાપીઠ પોલીસ સ્ટેશન આ પૂર્વે  હત્યાને બાબતે વિવાદમાં આવ્યું હતું. ત્યારે હવે આરોપી ફરાર થઈ ગયો છે. સમગ્ર ઘટના બનતાની સાથે જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. જેમાં  આરોપી જલદીથી પકડાઈ જશે તેવો દાવો પોલીસ કરી રહી છે.

Also Read – Gandhinagar કોર્પોરેશને લાગૂ કરી એડવર્ટાઈઝમેન્ટ પોલિસી, હવે હોર્ડિંગ્સ-બેનર લગાવવા મંજૂરી ફરજિયાત

પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યો
 
પરંતુ આમાં પોલીસની મોટી બેદરકારી સામે આવી છે. પોલીસના આશીર્વાદ હેઠળ આરોપી ફરાર થયો હોય તેવી વાત સૂત્રોથી મળી રહી છે. આરોપી હજી ઝડપાયો નથી, પોલીસની કેવી મોટી બેદરકારી કહેવાય કે પોલીસ સ્ટેશનમાંથી જ આરોપી ફરાર થઈ ને જતો રહે છે, આવી ઘટના અગાઉ પણ અમદાવાદના ઘણા પોલીસ સ્ટેશનોમાં બન્યા છે જેમાં આરોપીઓ ફરાર થઈ ગયા છે. ત્યારે વધુ એક આરોપી ફરાર થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને