Assembly Election: 2019 ની તુલનામાં આ વખતે 28 ટકા વધારે ઉમેદવારો મેદાનમાં…

2 hours ago 1

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ૨૦ નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ૨૮૮ બેઠક માટે ૪,૧૪૦ ઉમેદવાર મેદાનમાં છે, જે ૨૦૧૯ ની વિધાનસભાની ચૂંટણીમાં લડેલા ૩,૨૩૯ ઉમેદવાર કરતાં ૨૮ ટકા વધુ છે. ૭૦૭૮ માન્ય ઉમેદવારમાંથી ૨,૯૩૮એ સોમવારે તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા.

આ પણ વાંચો : Maharashtra Election 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં લાભ પાંચમથી યોગી આદિત્યનાથની એન્ટ્રી, લાગ્યા પોસ્ટર

મુંબઈ ઉપનગરીય જિલ્લાની ૨૬ વિધાનસભા મતવિસ્તારોમાં ૩૧૫ ઉમેદવાર અને મુંબઈ શહેરના ૧૦ મતવિસ્તારોમાં ૧૦૫ ઉમેદવારો છે. નંદુરબારના શાહદા મતવિસ્તાર, અનુસૂચિત જનજાતિ માટે અનામત છે, જેમાં માત્ર ૩ અંતિમ ઉમેદવાર છે, જે રાજ્યમાં સૌથી ઓછા છે.

ભોકરમાં સૌથી વધુ ઉમેદવારી પાછી ખેંચાઈ

મરાઠવાડાના નાંદેડ ઉત્તરમાં ૩૩ ઉમેદવાર છે, જ્યારે બીડના માજલગાંવમાં ૩૪ ઉમેદવાર છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. ઔરંગાબાદ પૂર્વ અને જળગાંવ શહેરમાં ૨૯-૨૯ ઉમેદવાર છે. નાંદેડના ભોકર મતવિસ્તારમાં ૧૧૫ ઉમેદવારેએ તેમના નામ પાછા ખેંચ્યા છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા અહીંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે.

ચેમ્બુર, માહિમ અને વિલેપાર્લામાં ઓછા ઉમેદવાર

મુંબઈમાં ચેમ્બુર, માહિમ અને વિલે પાર્લેમાં સૌથી ઓછા દરેકમાં માત્ર ૬ ઉમેદવારો છે. બોરીવલી અને શિવરી મતવિસ્તારમાં ૭-૭ ઉમેદવાર છે, જ્યારે માગાથાણે, મલબાર હિલ, અંધેરી પશ્ચિમ અને ઘાટકોપર પૂર્વમાં ૮-૮ ઉમેદવાર છે. જોગેશ્વરી પૂર્વ અને માનખુર્દ શિવાજી નગર મતવિસ્તારમાં ૨૨-૨૨ ઉમેદવારો છે, જે મુંબઈમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો : Assembly Election: વિધાનસભાની કેટલી બેઠકો પર છે મરાઠા સમુદાયનો પ્રભાવ?

કલ્યાણની બેઠક પર ટક્કર રસપ્રદ રહેશે

ગઈકાલે મુંબઈ અને રાજ્યભરમાં ઘણા ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા અને કેટલાકે તેમના નામ પાછા ખેંચવાનો નનૈયો ભણ્યો હતો. કલ્યાણ પૂર્વ વિધાનસભા બેઠક પરથી શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડે ભાજપની સુલભા ગાયકવાડ સામે પોતાનું નામ પાછું ખેંચ્યું નથી. સુલભા જેલમાં બંધ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડની પત્ની છે.

માનખુર્દની સીટ પર જોરદાર ટક્કર રહેશે

શિવસેનાના ભૂતપૂર્વ કાઉન્સિલર સુરેશ પાટીલે પણ માનખુર્દ શિવાજીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું નહોતું. અહીં ભાજપ અને શિવસેના બંનેએ દાવો કર્યો છે કે તે એનસીપીના નવાબ મલિક અને સમાજવાદી પાર્ટીના અબુ અસીમ આઝમી સામે મહાયુતિના ઉમેદવાર છે. શિવડીમાં જ્યાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના બાલા નંદગાંવકર સામે મહાયુતિ પાસે કોઈ સત્તાવાર ઉમેદવાર નથી, ભાજપના ભૂતપૂર્વ કાઉન્સિલર નાના અંબોલેએ તેમનું નામાંકન પાછું ખેંચ્યું નથી. અહીં, શિવસેના (યુબીટી) ના વિધાનસભ્ય અજય ચૌધરી એમવીએ ઉમેદવાર છે.

પુણેમાં બળવો અટકાવવામાં એમવીએ નિષ્ફળ

પુણેમાં એમવીએ ત્રણ બેઠકો પર બળવો અટકાવવામાં નિષ્ફળ ગયો. કોંગ્રેસના વરિષ્ઠ પદાધિકારી અબા બાગુલે રેસમાંથી પીછેહઠ ન કરવાનો નિર્ણય કર્યો અને પાર્વતીમાંથી ચૂંટણી લડશે. એ જ રીતે ભૂતપૂર્વ મેયર અને કોંગ્રેસના નેતા કમલ વ્યવહારે એ કસ્બા પેઠમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું નથી, જ્યારે પક્ષના મનીષ આનંદે શિવાજીનગરમાંથી ઉમેદવારી ચાલુ રાખી છે.

આ પણ વાંચો : …તો હું મુખ્ય પ્રધાન પદ માટે તૈયારઃ આઠવલેએ ‘મનસે’ માટે શું કહ્યું જાણો?

નાગપુરની મુખ્ય બેઠકો પર ત્રિપાંખિયો જંગ રહેશે

નાગપુરમાં મુખ્ય પક્ષોના ઘણા બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં છે, જેના કારણે મુખ્ય બેઠકો પર ત્રિકોણીય સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. અહિલ્યાનગરની શ્રીગોંડા વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર પ્રતિભા પાચપુતે, જે વર્તમાન ધારાસભ્ય બબનરાવ પાચપુતેના પત્ની છે, તેમનું નામાંકન પાછું ખેંચ્યું છે અને તેમના પુત્ર વિક્રમ સિંહ પાચપુતે વતી એબી ફોર્મ ભર્યું છે. વિક્રમ સિંહ પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article