મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક છે ત્યારે રાજ્યમાં થઈ રહેલા ચૂંટણી પ્રચાર અને રેલીઓ વચ્ચે તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેની દીકરીએ પોતાના પતિ માટેની વાત જાહેરમાં કહીને સૌને ચોંકાવ્યા હતા.
છત્રપતિ સંભાજીનગરના કન્નડ મતવિસ્તારમાંથી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના ઉમેદવાર સંજના જાધવ તેમની એક સભા દરમિયાન રડી પડ્યા. સંજના જાધવ ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેની પુત્રી છે. તેમના પતિ હર્ષવર્ધન જાધવ તેમની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી બંને જણ ઘણા સમયથી અલગ અલગ રહે છે. જોકે, હજુ પણ બંનેએ છૂટાછેડા લીધા નથી. સભા દરમિયાન બોલતા સંજના જાધવે કહ્યું હતું કે હર્ષવર્ધન સાથે લગ્ન કર્યા પછી તેણે ઘણું સહન કર્યું છે.
આ પણ વાંચો: Maharashtra Election: પ્રચારના છેલ્લા દિવસે જોવા મળ્યું જાહેરાત યુદ્ધ
તેમણે કહ્યું કે રાવસાહેબ દાનવે ચૂપ રહ્યા હતા, કારણ કે તેઓ એક પુત્રીના પિતા છે. લગ્નના એક મહિના પછી હું ઘરે આવી ગઈ હતી. પિતાએ કહ્યું કે બાળકના જન્મ પછી તે (હર્ષવર્ધન) સુધરશે. પરંતુ, તે સુધર્યો નહીં. પિતા કહેતા કે માણસ ચાલીસ વર્ષની ઉંમરે સુધરી જાય છે. ચાલીસ થયા પછી કોઈ સુધારો થયો નહોતો.
સંજના પોતાની વાત કરતા રડવા લાગી અને કહ્યું હતું કે મેં જે સહન કર્યું તેનું મને કોઈ ઈનામ નથી મળ્યું, પણ મારી જગ્યા કોણે લીધી તે તમે જાણો છો. મારા પિતા પર તમામ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ અમે તે સહન કર્યું, કારણ કે એક છોકરીના પિતાએ તે સહન કરવું પડે છે. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર સમાપ્ત; 20 નવેમ્બરે મતદાન
અહીં એ જણાવવાનું કે થોડા દિવસો પહેલા સંજના જાધવના પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે પાટીલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે એક કાર્યકરને લાત મારતા જોવા મળે છે.
વાસ્તવમાં પાટીલે એક કાર્યકરને ફોટો ફ્રેમથી દૂર રાખવા માટે લાત મારી હતી. તેઓ જાલના સીટના મહાયુતિના ઉમેદવાર અર્જુન ખોટકરને મળવા ગયા હતા. દાનવે પાટીલ અર્જુન ખોટકર સાથે ફોટો પડાવી રહ્યા હતા ત્યારે એક કાર્યકર ફોટો ફ્રેમમાં આવ્યો. તેને હટાવવા માટે પૂર્વ મંત્રીએ તેને લાત મારી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને