Nitin Gadkari's connection    for Rahul Gandhi, don't instrumentality     it seriously Screen Grab: Business Today

નાગપુર: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કોઈએ ગંભીરતાથી ન લેવા જોઈએ એમ જણાવી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આજે કહ્યું હતું કે 20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના લોકો ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનમાં વિશ્વાસ મૂકશે.

ગડકરીએ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘જે રીતે રાહુલ ગાંધી બોલી રહ્યા છે, કોઈ તેમને ગંભીરતાથી નથી લેતું. મને લાગે છે કે લોકોએ તેમની વાત પર ધ્યાન ન આપવું જોઈએ. વડા પ્રધાન મોદી ‘યુએસ પ્રમુખ જો બાઈડેનની જેમ યાદશક્તિ ગુમાવી બેઠા છે’ એવા રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો વિશે ગડકરીએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા બેજવાબદારીપૂર્વક બોલે છે.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરે બાદ નીતિન ગડકરીના હેલિકોપ્ટરની પણ તપાસ કરી ચૂંટણી પંચે

લોકસભાની ચૂંટણી દરમિયાન નિરાશાજનક પ્રદર્શન બાદ મહાયુતિ ગઠબંધનને જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે અંગે પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારો મોટા પાયે (વિપક્ષ દ્વારા) મૂંઝવણમાં મુકાયા હતા.

ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે લોકોના દિમાગમાં એવું ઠસાવી દેવામાં આવ્યું હતું કે જો અમે 400થી વધુ બેઠક જીતીશું, તો અમે ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણમાં ફેરફાર કરીશું.

આ પણ વાંચો: “હું પહેલા નક્સલવાદી હતો” ફરીથી નક્સલવાદી બનીશ તો… જ્યારે નીતિન ગડકરી ભડક્યા

બંધારણમાં ફેરફાર કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. અમે તો નહીં જ કરીએ, બીજા કોઈને કરવા પણ નહીં દઈએ. લોકો હવે સમજી ગયા છે કે લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન જુઠ્ઠાણા પર આધારિત હતું અને તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મહાયુતિને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે.’

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ‘બટેંગે તો કટેંગે’ ટિપ્પણી સામે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો વિરોધ મહાયુતિની અંદર વધી રહેલા અણબનાવનો સંકેત છે એ વિશે પ્રતિક્રિયા આપતા ગડકરીએ કહ્યું હતું કે ‘અમે અલગ અલગ પક્ષના છીએ. એટલે જરૂરી નથી કે અમારા અભિપ્રાયમાં સમાનતા હોય.’

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને