મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ દિગ્ગજ સ્ટારપ્રચારકો મહારાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે આજે વાશિમ ખાતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડી (એમવીએ)ની આકરી ટીકા કરી હતી.
આ પણ વાંચો : Maharashtra Election 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં લાભ પાંચમથી યોગી આદિત્યનાથની એન્ટ્રી, લાગ્યા પોસ્ટર
વાશિમમાં ચૂંટણી રેલીને સંબોધતા યોગીએ મહાવિકાસ આઘાડીને ‘મહા અનાડી’ તરીકે સંબોધી હતી અને કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં મોદીના નેતૃત્વ હેઠળની મહાયુતિ છે અને બીજી તરફ મહાવિકાસ આઘાડીના રૂપમાં ‘મહા અનાડી’નું ગઠબંધન છે. આ અનાડી ગઠબંધનમાં દેશ, ધર્મ અથવા રાષ્ટ્રવાદ માટે કોઇ સન્માન નથી.
વિપક્ષોને આડેહાથે લેતા યોગીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજ આગ્રા જઇને ઔરંગઝેબ સામે પડકાર ફેંક્યો હતો. તેઓ આપણી માટે આદર્શ છે. તેઓએ મૂલ્યોના રક્ષણાર્થે લડાઇ લડી હતી. એ સંઘર્ષ હવે આપણે પણ કરવાનો છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.
‘એક હૈ તો નેક હૈ ઔર સેફ હૈ’ (એક છે તો બરાબર છે અને સુરક્ષિત છે), એવા નારા સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વાશિમમાં ચૂંટણી રેલીને સંબોધી હતી અને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવું ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દેશ કોઇને સામે પણ નમશે નહીં અને પીછેહઠ કરશે પણ નહીં. અયોધ્યાથી શરૂઆત થઇ છે, હવે અમે કાશી અને મથુરા તરફ આગળ વધી રહ્યા છીએ.
આ પણ વાંચો : MVAના જાહેરનામા પહેલા જ એકનાથ શિંદેએ કરી દીધી દસ મોટી જાહેરાત
ઔરંગાબાદનું નામ અફઝલ ખાનના નામ પર રાખવાનું શરમજનક છે જેને છત્રપતિ શિવાજી મહારાજને માર્યો હતો. તે નામ દૂર કરીને છત્રપતિ સંભાજી મહારાજના નામ રાખવું એ ગર્વની વાત છે. આપણી વચ્ચે વિભાજન થાય ત્યારે આપણા પર હુમલો થાય. તેથી અખંડ બનીને રહો તો સુરક્ષિત રહેશો, એમ તેમણે વધુમાં કહ્યું હતું.