પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ પર્થ ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી (IND vs AUS 1st Test) છે. મેચના બીજા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમે પકડ જમાવી લીધી હતી, આજે ત્રીજા દિવસે ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
પર્થ ટેસ્ટના ત્રીજા દિવસનું પ્રથમ સેશન સમાપ્ત થયું છે, લંચ બ્રેક સુધી ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાને 275 રન છે. યશસ્વી જયસ્વાલ 141 રન બનાવીને ક્રિઝ પર અણનમ છે. તેની સાથે દેવદત્ત પડિકલ 25 રન બનાવીને અણનમ છે. કેએલ રાહુલ (77) બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર આઉટ થયો હતો.
Also read: 104 રન ઑસ્ટ્રેલિયાનો ભારત સામે બીજા નંબરનો સૌથી નીચો સ્કોર…
જયસ્વાલની સદી:
ભારતીય ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે પર્થ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી છે, ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ તેની પ્રથમ સદી છે. યશસ્વી જયસ્વાલે સિક્સર સાથે આ સદી પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વીની આ ચોથી સદી છે. મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમે 150 રન અને ઓસ્ટ્રેલિયાએ 104 રન બનાવ્યા હતા.
ફાસ્ટ બોલરોનો દબદબો:
આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં તમામ 20 વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને મિશેલ માર્શે બે-બે વિકેટ લીધી હતી, હેઝલવુડને સૌથી વધુ ચાર વિકેટ મળી હતી.
Aslo read: ભારતના સરસાઈ સહિત 218 રન, વિજયી શ્રીગણેશનો પૂરો મોકો
ઓસ્ટ્રેલિયાન ટીમ માટે 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ 5 વિકેટ બુમરાહે લીધી હતી. જ્યારે હર્ષિત રાણાને 3 અને મોહમ્મદ સિરાજને 2 વિકેટ મળી હતી. જયારે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલીયન ફાસ્ટ બોલરો ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને