મુંબઈ: ગઈ કાલે જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહ્યા. મહાયુતિ ગઠબંધને જોરદાર જીત મળેવી છે. મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી વધુ 132 બેઠકો મળી, જ્યારે શિંદે શિવસેનાને 57 અને NCP (અજિત પવાર જૂથ)ને 41 બેઠકો મળી હતી. મહા વિકાસ અઘાડી (MVA) ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શિવસેના (UBT)ને 20 બેઠકો, કોંગ્રેસને 16 અને શરદ પવારની NCPને માત્ર 10 બેઠકો મળી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીના પરિણામોમાં કેટલાક રસપ્રદ આંકડાઓ જોવા મળ્યા છે, કેટલીક પાર્ટીઓને રાજ્યભરમાં વધુ મત મળ્યા જોવા છતાં અન્ય પાર્ટી કરતા ઓછી બેઠકો મળી છે.
- શરદ પવારની NCPને અજિત પવારની NCP કરતાં 2.28% વધુ મત મળ્યા હતા, પરંતુ શરદ પવારના જૂથને માત્ર 10 બેઠકો મળી હતી, જ્યારે અજિત પવારનાની એનસીપીને 41 બેઠકો મળી હતી.
- ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ને શિંદે શિવસેના કરતાં માત્ર 2.48% ઓછા મત મળ્યા, પરંતુ UBTને 20 બેઠકો મળી, જ્યારે શિંદે શિવસેના 57 બેઠકો જીતી.
- કોંગ્રેસ અને શિંદે શિવસેનાને મળેલા મત ટકાવારી લગભગ સમાન હતી, પરંતુ કોંગ્રેસ માત્ર 16 બેઠકો જીતી શકી હતી જ્યારે શિંદે સેનાએ 57 બેઠકો જીતી હતી.
- મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ સમગ્ર રાજ્યમાં 125 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે પક્ષને 1.55% મત મળ્યા હતા.
- બહુજન સમાજ પાર્ટી (BSP) ને સમાજવાદી પાર્ટી અને CPI કરતા વધુ મત મળ્યા છે, પરંતુ તેમ છતાં BSPનો એક પણ બેઠક પર જીત ન મળી.
- અપક્ષ ઉમેદવારોને કુલ 13.82% મત મળ્યા, પરંતુ આટલી મત ટકાવારી હોવા છતાં માત્ર 10 ઉમેદવારો જ જીતી શક્યા.
- None of the Above (NOTA) ને 0.72% એટલે કે 4,61,886 મત મળ્યા, જે BSP અને SPને મળેલા મતો કરતાં વધુ હતા.
- સમાજવાદી પાર્ટી (SP) એ બે બેઠકો જીતી, પરંતુ પાર્ટીને માત્ર 0.38% મત મળ્યા.
- ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ એક બેઠક જીતી અને પાર્ટીને 0.85% વોટ મળ્યા.
- વંચિત બહુજન અઘાડીએ 200 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ પાર્ટી એક પણ બેઠક જીતી શકી ન હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને