રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. ઉત્તર દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે ધીમે ધીમે ઠઁડીનું પ્રમાણ પણ વધવા માંડ્યું છે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થયો છે અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિનાના અંત સુધી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની ધારણા છે. મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે ગયું છે. આજે લઘુત્તમ તાપમાનમાં વધઘટ થવાની સંભાવના છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં રાજ્યના ઉત્તર ભાગમાં ઠંડીનો પ્રકોપ જારી રહેશે.
વિષુવવૃત્તીય હિંદ મહાસાગર વિસ્તારમાં ચક્રવાત જેવી સ્થિતિને કારણે શનિવારે આ વિસ્તારમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવ્યું હતું. તે ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તેની તીવ્રતા વધુ વધે તેવી શક્યતા છે. જેના કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.
રાજ્યભરમાં હાલમાં તો ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, જોકે પૂના જેવા શહેરોમાં લોકોને ભારે ઠઁડીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યભરમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે. ઠંડી વધવાની સાથે પ્રદુષણ પણ વધી રહ્યું છે.
રાજધાની દિલ્હીની હવા પ્રદૂષણને કારણે ઝેરી બની ગઇ છે. તેનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)ક્રિટિકલ રેન્જમાં છે, ત્યારે લઘુત્તમ તાપમાનમાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. દિલ્હીવાસીઓ ઠંડી અને પ્રદૂષણના બેવડા માર સામે ઝઝૂમી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને