ભરૂચ : ભરૂચ(Bharuch)જિલ્લાનાં અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના બની છે. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Also read: દિલ્હીમાં ભાજપને ફટકોઃ ‘આપ’નો દબદબો યથાવત, મહેશ ખીંચી બન્યા મેયર
ભાવનગરના કુલ ત્રણ લોકોના મોત
ભાવનગરનો પરિવાર કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા આ ઘટનામાં કુલ ત્રણ લોકોના નિપજ્યા હતા.
Also read: ‘મહાકુંભ’માં ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પહેલી વખત AI & ચેટબોટ્સનો થશે ઉપયોગ
કાર વૃક્ષ સાથે અથડાઈ
આ ઘટનાની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આ ઘટનાની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે અને તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે.