અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે . જેમાં મળતી માહિતી મુજબ એનસીબી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરથી(Porbandar)500 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરના દરિયા કિનારામાં ગઈકાલ રાતથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે હાલ આ ડ્રગ્સ કોણે મંગાવ્યું અને ક્યાંથી આવ્યું તેને લઈ તપાસ તેજ કરવામાં આવી છે.
Also read: Bharuch અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના મોત
NCB ને મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દરિયાકાંઠા વિસ્તાર અને મહાનગરોમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં દ્વારકા,પોરબંદર,ગીર સોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજ્ન્સીઓ વધુ સતર્ક બનતા ડ્રગ્સની હેરાફેરી ઝડપાઇ રહી છે. જેમાં આજે પોરબંદરમાં મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં પોરબંદરમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
નોંધ : આ સમાચાર હાલ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.