cbi-fir-and-investigation-on-ugc-net-exam-scam-darknet-and-papers

નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિલ્હી અને NCRમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં
સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં 117 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય નાણાકીય છેતરપિંડીનો ખુલાસો થયો છે. સીબીઆઈને આ કેસ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર પાસેથી મળ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એક સંગઠિત સાયબર ગેંગ જેમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. ભારતમાં મોટા પાયે લોકોને છેતરે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઠગ ભારતીય નાગરિકોને વોટ્સએપ, ટેલિગ્રામ અને વિવિધ વેબસાઈટ દ્વારા નિશાન બનાવતા હતા. આ ગુનેગારો લોકોને પાર્ટ-ટાઇમ જોબ, ટાસ્ક આધારિત ફ્રોડ અને પ્રારંભિક રોકાણ પર ઉચ્ચ વળતરની લાલચ આપીને છેતરતા હતા.

આ પણ વાંચો : Whatsapp યુઝર્સ માટે લાવી રહ્યું છે આ નવું ફીચર, હાલ ટેસ્ટિંગના તબક્કામાં

2023માં 117 કરોડ રૂપિયાની છેતરપિંડી

છેતરપિંડી દ્વારા મેળવેલી રકમ નકલી બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવી રહી હતી અને ઝડપથી જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી હતી. તેની બાદ આ રકમ વિદેશના એટીએમમાંથી ઉપાડવામાં આવી રહી હતી અથવા ફિનટેક પ્લેટફોર્મ પેપાલ દ્વારા વોલેટ ટોપ-અપમાં ઉપયોગમાં લેવાતી હતી.

છેતરપિંડીના નાણાંનો ઉપયોગ ક્રિપ્ટોકરન્સી ખરીદવા કરવા આવતો

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP)પર 1 જાન્યુઆરી, 2023 અને ઓક્ટોબર 17, 2023 વચ્ચે 3,903 ફરિયાદો નોંધાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે છેતરપિંડી કરનારાઓએ મુખ્યત્વે દુબઈ અને યુએઈમાં 117 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. આ છેતરપિંડીમાં 3,295 ભારતીય બેંક ખાતાની ઓળખ કરવામાં આવી છે. જેનો ઉપયોગ ગેરકાયદે વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો. છેતરપિંડીના નાણાંનો ઉપયોગ ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કાશ પુરૂષોને પણ પીરિયડ્સ આવતા હોત… સુપ્રીમ કોર્ટે કોને ફટકાર લગાવી.. જાણો

સીબીઆઈની લોકોને કરી આ અપીલ

આ દરોડામાં સીબીઆઈએ 10 શંકાસ્પદ વ્યક્તિઓના સ્થાનો પરથી ઘણા ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને નાણાકીય રેકોર્ડ્સ રિકવર કર્યા છે. સીબીઆઈએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ આકર્ષક રોકાણ ઓફરનો શિકાર ન બને અથવા ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપથી પૈસા કમાઈ શકે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તરત જ કાયદા અમલીકરણ એજન્સીઓને કરો. સીબીઆઈનું કહેવું છે કે આ કેસની તપાસ હજુ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને