નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75માં બંધારણ દિવસે(Constitution Day)સુપ્રીમ કોર્ટના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, બંધારણ દેશની દરેક અપેક્ષાઓ અને જરૂરિયાતો પર ખરું ઉતર્યું છે. બંધારણની તાકાતને કારણે આજે જમ્મુ-કાશ્મીરમાં બાબા સાહેબનું બંધારણ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યું છે. જમ્મુમાં પ્રથમ વખત બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે ભારત મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને ભારતનું બંધારણ આપણા માટે માર્ગદર્શક બની રહ્યું છે.
આ પણ વાંચો : આજે છે ભારતનો બંધારણ દિવસ, જાણો તેનો ઈતિહાસ, મહત્વ અને તેનાથી સંબંધિત મહત્વની બાબતો
બંધારણને જીવંત બનાવ્યું છે
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ભારતીયોને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે નવો ન્યાયિક સંહિતા લાગુ કરવામાં આવી છે. સજા આધારિત વ્યવસ્થા હવે ન્યાય આધારિત વ્યવસ્થામાં બદલાઈ ગઈ છે. આપણા બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે ભારતની આકાંક્ષાઓ, ભારતના સપના સમયની સાથે નવી ઉંચાઈઓ પર પહોંચશે. તેઓ જાણતા હતા કે સ્વતંત્ર ભારત અને ભારતના નાગરિકોની જરૂરિયાતો બદલાશે, પડકારોનો સામનો કરવો પડશે. તેથી, તેમણે આપણા બંધારણને માત્ર કાયદાના પુસ્તક તરીકે નથી બનાવ્યું. પરંતુ તેને જીવંત બનાવ્યું છે.
આ પણ વાંચો : 26/11ના આતંકવાદી હુમલામાં આવી રીતે બચ્યા હતા ઉદ્યોગપતિ ગૌતમ ‘Adani’
મુંબઈમાં 26/11 નો આતંકવાદી હુમલો યાદ કર્યો
26 નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું, “જ્યારે આપણે લોકશાહીના આ મહત્વપૂર્ણ તહેવારને યાદ કરીએ છીએ, ત્યારે આપણે એ ભૂલી શકીએ નહીં કે આજે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પણ છે. આમાં માર્યા ગયેલા લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. હું દેશના સંકલ્પનો પુનરોચ્ચાર કરું છું કે ભારતની સુરક્ષાને પડકારનાર દરેક આતંકવાદી સંગઠનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને