નવેમ્બર મહિનામાં દિવાળી, ભાઈબીજ સહિતના અનેક તહેવારોને કારણે અનેક રજાઓ આવી હતી. હવે ચાર દિવસ બાદ 2024નો છેલ્લો મહિનો પણ શરૂ થવા જઈ રહ્યો છે. નવેમ્બર મહિનાની જેમ જ ડિસેમ્બરમાં પણ બેન્ક હોલિડેઝની ભરમાર રહેશે. જોકે, નવેમ્બરની જેમ ભલે ડિસેમ્બરમાં તહેવારોની ભરમાર નહીં હોય પણ કેટલાક સ્પેશિયલ દિવસ ચોક્કસ હશે કે જેને કારણે સ્કુલ, કોલેજ અને બેંકોમાં રજા રહેશે. આજે અમે અહીં તમને ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે. મળી રહેલી માહિતી પ્રમાણે ડિસેમ્બરમાં સાત-આઠ નહીં પૂરા 15 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. આ 15 રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમ જ રવિવારની રજાનો સમાવેશ થાય છે. આવો જોઈએ ક્યારે ક્યારે દેશના કયા રાજ્યમાં બેંક હોલિડે રહેશે.
આ પણ વાંચો : તમે પણ Google Chrome યુઝ કરો છો? આ વાંચી લેજો, નહીંતર બેન્ક એકાઉન્ટ…
- 8મી ડિસેમ્બર, 2024ના રવિવારે વીકલી રજા
- 10મી ડિસેમ્બર, 2024ના મંગળવારે, હ્યુમન રાઈટ્સ ડે નિમિત્તે બેંકો બંધ રહેશે
- 11મી ડિસેમ્બર, 2024ના બુધવારે યુનિસેફના સ્થાપના દિવસ
- 14મી ડિસેમ્બર, 2024ના બીજા શનિવાર નિમિત્તે બેંકોમાં રજા રહેશે
- 15મી ડિસેમ્બ, 2024ના બેંકોમાં રવિવારની રજા રહેશે
- 18મી ડિસેમ્બર, 2024ના બુધવારે ગુરુ ઘાસીદાસ જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે
- 19મી ડિસેમ્બર, 2024ના ગુરુવારે ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવામાં બેંકો બંધ રહેશે
- 22મી ડિસેમ્બર, 2024ના રવિવારે વીકલી છુટ્ટીને કારણે બેંકો બંધ રહેશે
- 24મી ડિસેમ્બર, 2024ના મંગળવારના દિવસે શહીદ દિવસ તેમ ક્રિસમસ ઈવને કારણએ મિઝોરમ, મેઘાલય, પંજાબ અને ચંદીગઢમાં બેંકો બંધ રહેશે
- 25મી ડિસેમ્બર, 2024ના બુધવારે ક્રિસમસ નિમિત્તે બેંકોમાં રજા રહેશે
- 26મી ડિસેમ્બર, 2024ના ગુરુવારના દિવસે બોક્સિંગ ડે/ક્વાન્ઝા નિમિત્તે બેંકો બંધ રહેશે
- 28મી ડિસેમ્બર, 2024ના ચોથા શનિવાર નિમિત્તે બેંકોમાં રજા રહેશે
- 29મી ડિસેમ્બર, 2024ના રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે
- 30મી ડિસેમ્બર, 2024ના સોમવારે તમુ લોસર નિમિત્તે સિક્કિમમાં બેંકો બંધ રહેશે
- 31મી ડિસેમ્બર, 2024ના મંગળવારના દિવસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મિઝોરમમાં તમામ બેંકો બંધ રહેશે
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને