Delhi-Dehradun Expressway way   details and opening   updates Delhi-Dehradun Expressway to unfastened soon with amended way facilities.

નવી દિલ્હી : દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા હાઇવેના નિર્માણ દ્વારા પરિવહનને સરળ અને ઝડપી બનાવવામાં આવી રહ્યા છે. જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્માણ પામી રહેલા દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું(Delhi Dehradun Expressway) નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. તેમજ આ હાઇવે જાન્યુઆરી 2025માં ખુલ્લો મૂકવામાં આવી શકે છે. આ એક્સપ્રેસવે દિલ્હી અને દેહરાદૂન વચ્ચેની મુસાફરીને ઝડપી બનાવશે. આ એક્સપ્રેસ વે રૂપિયા 13,000 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે અને તે ભારતમાલા પરિયોજનાનો એક ભાગ છે. જે સમગ્ર ભારતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ એક્સપ્રેસ વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાંથી પસાર થશે અને બાગપત, બરૌત, શામલી અને સહારનપુર શહેરોમાંથી પસાર થશે.આ એક્સપ્રેસ વે દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનો મુસાફરીનો સમય 6.5 કલાકથી ઘટાડીને માત્ર 2.5 કલાક થશે. દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે એ 210 કિલોમીટર લાંબો, 12/6 લેનનો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે છે. જે રાજધાની દિલ્હીને ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન સાથે જોડશે.


Also read: આગ્રા લખનૌ એક્સપ્રેસ- વે પર Accident,લગ્નમાંથી પરત ફરી રહેલા પાંચ ડૉક્ટરના મોત


દિલ્હી અને ઉત્તર પ્રદેશ વચ્ચે ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે એક્સપ્રેસવેમાં સાત પ્રવેશ અને ત્રણ એક્ઝિટ પોઈન્ટ છે.
મહત્વની બાબત એ છે કે દિલ્હીમાં એક્સપ્રેસ વેમાં પ્રવેશતા અને બહાર નીકળતા મુસાફરો પાસેથી કોઈ ટોલ વસૂલવામાં આવશે નહીં.

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેની વિશેષતાઓ

  • એક્સપ્રેસ વે પર સુરક્ષા વધારવા માટે ટ્રોમા સેન્ટર, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા
    મુસાફરોને બસ સ્ટેન્ડ, ટ્રક સ્ટોપ અને મનોરંજન સ્થળો સહિત ઇન્ટરચેન્જ જેવી સુવિધાઓનો લાભ મળશે
  • દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પરના ટ્રાફિકને સરળ બનાવશે

વાઇલ્ડલાઇફ કોરિડોર

આ એક્સપ્રેસવેની મુખ્ય વિશેષતાઓમાંની એક રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન ઉપર 12 કિમીનો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર છે. ટ્રાફિકના સરળ પરિવહનને સુનિશ્ચિત કરતી વખતે આ વન્યજીવનનું પણ રક્ષણ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને