નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi Election)5 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. જેની માટે રાજકીય પક્ષો હાલ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. જોકે, હાલ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ત્રણ રાજકીય પક્ષો વચ્ચે સત્તાની જંગ છે. જેમાં ભાજપ અને આપ પાર્ટી હંમેશા ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસને પરિવારવાદ સાથે જોડતી આવી છે. તેવા સમયે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને આપ પણ પરિવારવાદનો શિકાર બની છે. ત્રણેય પક્ષોઆએ પૂર્વ નેતાના સગા સંબધીઓ કે નજીકના લોકોને ટિકિટ આપીને પરિવારવાદના રાજકારણને વધુ મજબૂત બનાવ્યું છે.

ત્રણેય પક્ષોએ 22 ઉમેદવારોની ટિકિટ આપી

પરિવારવાદના વિરોધ વચ્ચે ત્રણેય પક્ષોએ 22 ઉમેદવારોની ટિકિટ આપી છે. જેમાં સાંસદો, ધારાસભ્યો અથવા પક્ષના નેતાઓના પરિવારના સભ્યો છે. આ પાર્ટીઓએ બેઠક જીતવા તેના સ્થાનિક સમીકરણોને ધ્યાનના રાખીને લોકોને ટિકિટ આપી છે.

જેમાં આપણે પ્રથમ નજર કરીએ તો કોંગ્રેસ પક્ષે આઠ લોકોને ટિકિટ આપી છે.

  • કોંગ્રેસે નવી દિલ્હી બેઠક પરથી સંદીપ દીક્ષિતને ટિકિટ આપી છે. જે દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતના પુત્ર છે.
  • કોંગ્રેસે ભૂતપૂર્વ સાંસદ જયપ્રકાશ અગ્રવાલના પુત્ર મુદિત અગ્રવાલને ચાંદની ચોક બેઠક પરથી ટિકિટ આપી છે
  • કોંગ્રેસે ભૂતપૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર આદર્શ શાસ્ત્રીને દ્વારકા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે
  • કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મંગત રામ સિંઘલના પુત્ર શિવાંક સિંઘલને આદર્શ નગરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
  • કોંગ્રેસે બદરપુર બેઠક પરથી ફરીદાબાદના પૂર્વ સાંસદ અવતાર સિંહ ભડાનાના પુત્ર અર્જુન ભડાનાને ટિકિટ આપી છે.
  • કોંગ્રેસે જંગપુરા બેઠક પરથી ફરહાદ સૂરીને ટિકિટ આપી છે. તે દિલ્હી કોંગ્રેસના ભૂતપૂર્વ વડા તાજદર બબ્બરના પુત્ર છે.
  • કોંગ્રેસે ઓખલાથી અરીબા ખાનને ટિકિટ આપી છે. તે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ મોહમ્મદ ખાનની પુત્રી છે.
  • કોંગ્રેસે મુસ્તફાબાદથી અલી મોહમ્મદને ટિકિટ આપી છે. તે પૂર્વ ધારાસભ્ય હસન મહેંદીના પુત્ર છે.

આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારો રાજકીય વર્તુળ સાથે સંકળાયેલા

જયારે આમ આદમી પાર્ટી જે હંમેશા પરિવારવાદનો વિરોધ કરે છે. તેણે પણ સાત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ચાર ઉમેદવારો વર્તમાન ધારાસભ્યના પુત્ર છે. જ્યારે બે ભૂતપૂર્વ સાંસદ અને સાંસદ સાથે સંકળાયેલા છે. જ્યારે આપે ચાર
મહિલા કાઉન્સિલરોના પતિઓને પણ ટિકિટ આપી છે. આમ કુલ 11 ઉમેદવારો રાજકીય વર્તુળ સાથે જોડાયેલા છે.

ચાંદની ચોકથી ધારાસભ્ય પ્રહલાદ સિંહ સાહનીના પુત્રને ટિકિટ

આપએ મતિયા મહલ બેઠક પરથી ધારાસભ્ય શોએબ ઇકબાલના પુત્ર અલી ઇકબાલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે
કૃષ્ણા નગર બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય એસકે બગ્ગાના પુત્ર વિકાસ બગ્ગાને પણ ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ ચાંદની ચોક બેઠક પરથી ધારાસભ્ય પ્રહલાદ સિંહ સાહનીના પુત્ર પૂરનદીપ સિંહ સાહની ટિકિટ આપી છે. તેમજ સીલમપુર બેઠક પરથી આપએ ભૂતપૂર્વ ધારાસભ્ય મતીન અહેમદના પુત્ર ચૌધરી ઝુબૈર અહેમદને પોતાના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે દ્વારકા બેઠક પરથી ભૂતપૂર્વ સાંસદ મહાબલ મિશ્રાના પુત્ર વિનય કુમાર મિશ્રાને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો : ફારુક અબ્દુલ્લાના કાફલાની કાર થ‌ઈ અકસ્માતનો શિકાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર…

આપે આ ઉપરાંત ઉત્તમ નગરથી ધારાસભ્ય નરેશ બાલિયાનને બદલે તેમની પત્ની પોશ બાલિયાનને ટિકિટ આપી છે.
જ્યારે ત્રિનગર બેઠક પરથી પ્રીતિ તોમરને મેદાનમાં ઉતારી છે. તેમના પિતા જીતેન્દ્ર સિંહ તોમર 2020 સુધી ત્રિનગર બેઠક પરથી ધારાસભ્ય હતા.

ચાર કાઉન્સિલરોના પતિઓને પણ ટિકિટ આપી

આપે ચાર કાઉન્સિલરોના પતિઓને પણ ટિકિટ આપી છે. જેમાં કાઉન્સિલર મનીષા કરાલાના પતિ જસબીર કરાલાને મુંડકાથી, કાઉન્સિલર મંજુ સેતિયાના પતિ સુરિન્દર સેતિયાને હરિ નગર બેઠક પરથી, કાઉન્સિલર રેખા ચૌધરીના પતિ મહેન્દ્ર ચૌધરીને મહેરૌલી વિધાનસભા બેઠક પરથી અને કાઉન્સિલર છાયા શર્માના પતિ ગૌરવ શર્માને ઘોંડા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.

જ્યારે ભાજપ જે હંમેશા કોંગ્રેસના પરિવારવાદનો વિરોધ કરી તેને મુદ્દો બનાવે છે. તે પણ પરિવારવાદથી અલગ રહી શક્યું નથી. ભાજપે પણ બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે. તેમજ એક પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ આપી છે.

ભાજપે રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ત્રણ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા

જેમાં ભાજપે નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પરવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મોતી નગર બેઠક પરથી હરીશ ખુરાનાને ટિકિટ આપી છે. તેઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાના પુત્ર છે. જ્યારે ભાજપે ત્રણ વખતના ભૂતપૂર્વ ધારાસભ્ય કરણ સિંહ તંવરના પુત્ર ભુવન તંવરને દિલ્હી કેન્ટ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને