હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે અને આ મહાકુંભમાંથી દરરોજ કોઈને કોઈ એવી ચોંકાવનારી અને આનંદિત કરનારી માહિતીઓ સામે આવી રહી છે. આવી જ એક વાઈરલ ગર્લ હતી મોનાલિસા. મહાકુંભમાં મોનાલિસા નામની 16 વર્ષની કિશોરી રૂદ્રાક્ષની માળા વેચવા આવી હતી અને તે તેની આંખોને કારણે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી. પરંતુ હવે આ મોનાલિસા મહાકુંભ છોડીને જતી રહી હોવાની વાતો સામે આવી રહી છે. આવો જોઈએ આખરે શું કારણ છે-
इंदौर की मोनालिसा प्रयागराज महाकुंभ से वापस घर लौट गई हैं। वो यहां माला बेचने आई थीं। माला खरीदने वाले कम, फोटो–वीडियो बनाने वाले ज्यादा लोग हो गए। परेशान होकर पिता ने मोनालिसा को इंदौर भेज दिया है। pic.twitter.com/IdOl3VuqID
— Sachin Gupta (@SachinGuptaUP) January 19, 2025મૂળ ઈન્દોરની 16 વર્ષની મોનાલિસા પોતાના માતા સાથે મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા વેચવા માટે આવી હતી. તેની આંખો અને સુંદરતાને કારણે તે રાતોરાત સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ હતી. જ્યાં જુઓ ત્યાં બસ એની સુંદરતાની જ ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે આ મોનાલિસા મહાકુંભમાંથી જતી રહી હોવાની માહિતી સામે આવી રહી છે. એટલું જ નહીં પણ મહાકુંભની વાઈરલ ગર્લ મોનાલિસાએ પોતાના જીવને જોખમ હોવાની વાત પણ કહી હતી. તેણે સીએમ આદિત્યનાથ પાસે સુરક્ષા પણ માંગી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર મોનાલિસા જેવી ઘરેથી બહાર નીકળતી કે લોકોની ભીડથી ઘેરાઈ જતી હતી. આ જ કારણે તેને ડર લાગવા લાગ્યો અને કેટલાકોએ તો મોનાલિસાને મહાકુંભમાંથી ઉઠાવી જવાની ધમકી પણ આપી હતી. મોનાલિસાનું સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જવું જ તેના માટે માથાનો દુઃખાવો બની ગયું હતું. કેટલાક લોકો તેની સાથે બળજબરીથી ફોટો ખેંચવાની કે વાતો કરવાનો પ્રયાસ કર્યો હતો જેને કારણે મોનાલિસાએ કુંભ છોડવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: કોણ છે મોનાલિસા? જેની સાથે સેલ્ફી ક્લિક કરવા MahaKumbh-2025માં લાગી રહી છે લાઈન…
મોનાલિસા ભલે મહાકુંભથી ઘરે પાછી ફરી હોય પણ તેની બહેન આજે પણ મહાકુંભમાં માળાઓ વેચી રહી છે અને તેણે જ જણાવ્યું હતું કે લોકો મોનાલિસાની પાછળ પાછળ દોડવા લાગ્યા હતા. તે જ્યાં પણ જતી ત્યાં લોકો એની પાછળ પાછળ પહોંચી જતા હતા. આ બધાથી મોનાલિસા કંટાળી ગઈ હતી અને પિતાએ તેને મધ્ય પ્રદેશ પોતાના ઘરે પાછી મોકલાવી દીધી હતી.
મોનાલિસા મૂળ મધ્યપ્રદેશના મહેશ્વરમાં રહે છે અને તે પોતાના પરિવાર સાથે મહાકુંભમાં માળાઓ વેચવા માટે પહોંચી હતી. મેળામાં આવેલા કેટલાક યુટ્યૂબર્સે તેની સાથે વાત કરી હતી, પરંતુ ત્યાર બાદથી જ તેનો વીડિયો વાઈરલ થઈ ગયો હતો અને બાદમાં મોનાલિસા ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને