DRDOએ મેળવી વધુ એક સિદ્ધિ; આ આધુનિક મિસાઈલનું સફળ પરીક્ષણ

2 hours ago 1

ભુવનેશ્વર: ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રે ભારતે વધુ એક મહત્વની સફળતા મેળવી છે. આજે રવિવારે ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ઓડિશાના દરિયાકાંઠે એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની હાયપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ (Hypersonic rocket test) કર્યું હતું. સફળ પરીક્ષણ બાદ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા છે.


Also read: હરિયાણામાં વિદ્યાર્થીઓએ શિક્ષિકાની ખુરશી નીચે બોમ્બ બ્લાસ્ટ કર્યો; યુટ્યુબ પરથી બોમ્બ બનાવતા શીખ્યા


રાજનાથ સિંહે કહીં આ વાત:

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ભારતે ઓડિશાના દરિયાકિનારે ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે અને આ નોંધપાત્ર સિદ્ધિથી આપણો દેશને એવા દેશોના જૂથમાં સામેલ થયો છે કે જેઓ આવી મહત્વપૂર્ણ અને અદ્યતન ડિફેન્સ ટેકનોલોજી ધરાવે છે.’

India has achieved a large milestone by successfully conducting formation proceedings of agelong scope hypersonic rocket from Dr APJ Abdul Kalam Island, off-the-coast of Odisha. This is simply a historical infinitesimal and this important accomplishment has enactment our state successful the radical of prime nations… pic.twitter.com/jZzdTwIF6w

— Rajnath Singh (@rajnathsingh) November 17, 2024

તેમણે કહ્યું કે હું DRDO ટીમને અભિનંદન આપું છું. હું આપણી સેના અને ઉદ્યોગને તેમની શાનદાર સિદ્ધિઓ માટે અભિનંદન આપું છું.

આ મિસાઈલનું પરીક્ષણ DRDO અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ હાઇપરસોનિક ટેક્નોલોજી અને લાંબા અંતરની મિસાઈલમાં ભારતની ક્ષમતાઓ દર્શાવે છે.

આ મિસાઇની વિશેષતા?
હાઇપરસોનિક મિસાઇલ અવાજની ઝડપ (1235 કિલોમીટર પ્રતિ કલાક) કરતા પાંચ ગણી વધુ ઝડપે ઉડી શકે છે. તેની ઓછામાં ઓછી સ્પીડ 6174 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. એટલું જ નહીં, આ મિસાઈલ ક્રુઝ અને બેલેસ્ટિક બંને સુવિધાઓથી સજ્જ છે. તે અલગ અલગ પ્રકારના પેલોડ કેરી કરી શકે છે અને કોઈપણ પરિસ્થિતિમાં કામગીરી હાથ ધરવા સક્ષમ છે. આ લાંબા અંતરની મિસાઈલ દુશ્મનના રડારથી છુપાઈને હુમલો કરવાની ટેક્નોલોજીથી પણ સજ્જ છે.


Also read: Indian Economy : ભારતીય અર્થવ્યવસ્થા મુદ્દે આરબીઆઇ ગવર્નરનું મોટું નિવેદન, કહી આ વાત


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં વિશ્વના માત્ર પાંચ દેશો પાસે હાઇપરસોનિક મિસાઇલની ક્ષમતા છેઃ અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને ભારત. જો કે ઈરાન તરફથી પણ આવી મિસાઈલોના પરીક્ષણની માહિતી આવી રહી છે. આ દેશો ઉપરાંત બ્રિટન, ઈઝરાયેલ, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયામાં પણ આ ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article