અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વાહન અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રવિવારે જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વધુ એક અકસ્માત અમરેલીના બગસરામાં હડાળા નજીક સર્જાયો છે. જેમા એક મહિલાનુ મોત થયુ છે. આ બંને ઘટનામાં કુલ 17 લોકો ઘાયલ થયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે રાજકોટ-જામનગર હાઇવે રક્તરંજિત થયો હતો. ધ્રોલ નજીક જાયવા ગામ નજીક મોપેડ અને જીપકાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારે મોપેડને જોરદાર ટક્કર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો.મૃતકોમાં પતિ-પત્ની અને પુત્રી હોવાનું હાલ જાણવા મળ્યું છે.
ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા
મૃતકો ધ્રોલના ભેંસદડ ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં એક બાળકને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતના બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં શાકભાજીના વેપારી પર Firing, સારવાર દરમ્યાન મોત
લાપસી કરવા જતા ત્યારે દુર્ઘટના બની
આ ઉપરાંત વધુ એક અકસ્માત અમરેલીના બગસરામાં હડાળા નજીક સર્જાયો છે. રોડ પર પીકઅપ પલટી જતા વિજયા
બેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અને 16 લોકો ધાયલ થયા છે. વડીયાના ઢૂંઢિયા પીપળીયા અને સાકરોલા ગામના વાવલિયા પરિવાર ધારી ખોડિયાર લાપસી કરવા જતા ત્યારે દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં છ લોકોને સામાન્ય અને 10 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા અમરેલી સારવાર માટે રીફર કરાયા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.