Election Special: 83 બેઠક ‘મહાયુતિ’નું ગણિત બગાડી શકે, ભાજપ ચિંતામાં?

2 hours ago 1

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly Election)ને લઈ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે તમામ પક્ષો જીત માટે અવનવા કાવાદાવા કરી રહ્યા છે. એકબીજા પર આરોપ-પ્રત્યારોપો વચ્ચે સૌથી મોટી ટક્કર રાજ્યમાં મહાયુતિ (ભારતીય જનતા પાર્ટી-ભાજપ, એકનાથ શિંદે શિવસેના અને અજિત પવારની એનસીપી) અને મહાવિકાસ આઘાડી પાર્ટી વચ્ચે છે. આમ છતાં રાજ્યમાં 83 બેઠક મહાયુતિની ચિંતા વધારી શકે છે કઈ રીતે એ પણ સમીકરણો જાણીએ.

આ પણ વાંચો : આખરે અજિત પવાર કરવા શું માગે છે? મોદીની છેલ્લી રેલીમાં એનસીપીના નેતાઓ ગેરહાજર

83 બેઠક પાર્ટી શ્રેષ્ઠ હોવાનું કરશે પુરવાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૮ મતવિસ્તાર સત્તાની ચાવી કોના હાથમાં જશે એ નક્કી કરશે. આ ૧૫૮ મતવિસ્તારમાં ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ, એકનાથ શિંદેની શિવસેના વિરુદ્ધ શિવસેના, ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ શિવસેના અને અજિત પવારની એનસીપી વિરુદ્ધ શરદ પવારની એનસીપીની ટક્કર રહેશે છે. આમ છતાં મહાયુતિને ૮૩ બેઠકની સૌથી વધુ ચિંતા સતાવી રહી છે, જ્યાં ખાસ કરીને એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)નો ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના અને શરદ પવારની એનસીપી (એસપી) વચ્ચે ડાયરેક્ટ ટક્કર છે. અલબત્ત, આ ૮૩ બેઠક નક્કી કરશે કે રાજ્યમાં ભાજપ કોંગ્રેસ કરતાં શ્રેષ્ઠ છે કે નહીં, અસલી શિવસેના શિંદેની છે કે ઠાકરેની છે અને અસલી રાષ્ટ્રવાદી અજિત પવાર કે શરદ પવાર છે.

2019 પછી સમીકરણો બદલાયા

જો આપણે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ત્યાં બે પક્ષો હતા. 2019માં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (એમવીએ) હતી, જે મુખ્યત્વે ભાજપ કોંગ્રેસ સામે ચૂંટણી લડી રહ્યા હતા અને એનસીપી શિવસેના સામે લડી રહી હતી. જોકે, ૨૦૧૯ પછી સમીકરણો બદલાયા છે અને મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં ત્રણ-ત્રણ પક્ષોનું ગઠબંધન થયું. તેથી ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં સીધી લડાઈ થશે, જે પરિણામો બદલશે.

અમુક બેઠકો પર સીધી લડાઈ નક્કી કરશે કે રાજ્યમાં કોણ સત્તાનું સુકાન સંભાળી શકે છે. બીજી બાજુ ભાજપ, આરએસએસ, એકનાથ શિંદે અને અજિત પવારની ૮૩ સીટને લઈને ચિંતિત છે. જો આ ૮૩ બેઠક પર સાથી પક્ષોનું પ્રદર્શન સારું નહીં રહે તો રમત બગડી શકે છે. આથી આ બેઠકો જીતવા માટે ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી છે. કઈ બેઠકો પર ક્યાં ટક્કર રહેશે એ પણ ફટાફટ જાણી લઈએ.

આ પણ વાંચો : મુંબઈ લોકોને જોડવા માગે છે અને કૉંગ્રેસ અને સાથીઓ સમાજને તોડવા માગે છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

કેટલી બેઠકો પર છે સીધી ફાઈટ?

  • વિદર્ભની ૩૫, મરાઠવાડાની ૧૦, પશ્ચિમ મહારાષ્ટ્રની ૧૨, મુંબઈની ૮, ઉત્તર મહારાષ્ટ્રની ૬ અને કોંકણની ૪ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો રહેશે.
  • મહારાષ્ટ્રમાં ૭૫ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે.
  • બીજી સીધી લડાઈ બંને શિવસેના વચ્ચે થઈ રહી છે. ૪૬ બેઠક પર એકનાથ શિંદેની શિવસેના ઠાકરેની સેના સામે ઉભી છે. બંને શિવસેના વિદર્ભમાં 5 બેઠક પર આમને-સામને છે, જ્યારે બંને શિવસેના મરાઠવાડામાં ૧૦, પશ્ચિમ મહારાષ્ટ્રમાં 8, મુંબઈમાં 10, ઉત્તર મહારાષ્ટ્રમાં ૪ અને કોંકણમાં ૯ બેઠકો પર સામસામે છે.
  • મહારાષ્ટ્રમાં ૩૭ વિધાનસભાની સીટ પર એનસીપી અજિત પવાર અને એનસીપી શરદ પવાર વચ્ચે મુકાબલો છે. આ બંને વિદર્ભની ૩, મરાઠવાડાની ૬, પશ્ચિમ મહારાષ્ટ્રની ૨૧, મુંબઈની ૧, ઉત્તર મહારાષ્ટ્રની ૩ અને કોંકણની ૩ બેઠકો પર સામસામે છે.
  • શરદ પવારની એનસીપી ૩૮ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારો સાથે સ્પર્ધામાં છે.
  • એક સમયે સહયોગી રહેલી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવારો ૧૯ બેઠક પર કોંગ્રેસ સામે ઊભા છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article