મુંબઈ: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિકાંત રુઈયાનું 81 વર્ષની વયે નિધન (Essar radical co laminitis Shashi Ruia passed away) થયું છે. તેમના પરિવારે આજે મંગળવારે માહિતી આપતી હતી. રુઈયા પરિવારએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “અમે ખૂબ જ દુઃખ સાથે જણાવી રહ્યા છીએ કે રુઈયા અને એસ્સાર પરિવારના વડા શ્રી શશિકાંત રુઈયાનું નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા.”
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “સામાજિક ઉત્થાન અને પરોપકાર પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા સાથે, તેમણે લાખો લોકો સુધી પહોંચ્યા અને એક શાશ્વત અસર છોડી. નમ્રતા, હૂંફ અને તેઓ જેને મળ્યા તે દરેક સાથે જોડવાની ક્ષમતાને કારણે તેઓ ખરેખર એક અસાધારણ આગેવાન બનાવ્યા. પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, એસ્સાર ગ્રુપના ચેરમેન શશિકાંત રુઈયાએ ભારતના કોર્પોરેટ લેન્ડસ્કેપને નવી વ્યાખ્યા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે એસ્સાર જૂથનો પાયો નાખ્યો અને તેને વૈશ્વિક જૂથ બનાવ્યું. શશિકાંત રુઈયાનો અસાધારણ વારસો આપણા બધા માટે માર્ગદર્શક બની રહેશે…”
એસ્સારની સ્થાપના:
શશિકાંત રુઈયા સામાન્ય રીતે શશિ રુઈયા તરીકે ઓળખાતા. ઉદ્યોગસાહસિક ઉદ્યોગપતિ શશિ રુઈયાએ 1969માં તેમના ભાઈ રવિકાંત રુઈયા (રવિ રુઈયા) સાથે એસ્સારની સ્થાપના કરી હતી.
તેમણે 1965માં પિતા નંદ કિશોર રુઈયાના માર્ગદર્શન હેઠળ તેમની કારકિર્દીની શરૂઆત કરી અને 1969માં ચેન્નાઈ પોર્ટ ખાતે આઉટર બ્રેકવોટરનું નિર્માણ કરીને એસ્સારનો પાયો નાખ્યો.
આજે એસ્સાર જૂથ સ્ટીલ, ઓઈલ રીફાઇનરી, રીસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમ, પાવર અને કન્સ્ટ્રકશન સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને