નવી દિલ્હી : પંજાબમાં લાંબા સમયથી કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને(Farmers Protest) મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. જેમાં પટિયાલા રેન્જ ડીઆઈજી મનદીપ સિંહ સિદ્ધુ અને એસએસપી ડૉ. નાનક સિંહ ના સમજાવ્યા બાદ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ રવિવારે આમરણાંત ઉપવાસ પૂર્ણ કર્યા છે. તેમને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. આમરણાંત ઉપવાસના લીધે મેડિકલ સારવારની જરૂર છે.
કેન્દ્ર સરકાર 14 ફેબ્રુઆરીએ વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે બેઠક કરશે
જોકે, તેની બાદ તેમના સમર્થનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા 121 ખેડૂતોએ પણ જ્યુસ પીને ઉપવાસ છોડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર 14 ફેબ્રુઆરીએ વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે બેઠક કરશે.જોકે, ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લઘુત્તમ ટેકાના ભાવ માટે કાનૂની ગેરંટી ન મળે ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે.
Also read: ખેડૂતોએ વારંવાર કેમ આંદોલન કરવું પડે છે?
26 નવેમ્બર 2024થી આમરણાંત ઉપવાસ પર હતા
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર પાસે પાકના લઘુત્તમ ટેકાના ભાવ માટે કાનૂની ગેરંટીની માંગ સાથે 26 નવેમ્બર 2024થી ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ સાથે ખેડૂતોના એક જૂથે ખાનૌરી સરહદ પાસે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. દલેવાલ અને તેમના સમર્થકો ખાનૌરી સરહદ પર આમરણાંત ઉપવાસ પર હતા. તેમના સ્વાસ્થ્ય અંગે પણ સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, 13 ફેબ્રુઆરી 2024 થી શંભુ અને ખાનૌરી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.જ્યારે સુરક્ષા દળોએ ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરવાની મંજૂરી આપી ન હતી. જેમાં અનેક વાર ઘર્ષણ પણ થયું હતું,
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને