Dissatisfaction successful  Sabarkantha BJP continues, CR Patil Patil clashed with the workers successful  Modasa

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (local assemblage election) પરિણામો જાહેર થયા બાદ તબક્કાવાર શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે. 6 માર્ચથી હોળાષ્ટક (holashtak 2025) શરૂ થઈ રહ્યા છે, આ પહેલાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ (Gujarat BJP President) મળશે તેવી ચર્ચા થઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 6 માર્ચ વચ્ચે મહાનગરો, જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થશે અને તેની સાથે પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થશે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi Gujarat Visit) પણ માર્ચની શરૂઆતમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેને લઈ પ્રદેશ પ્રમુખની નિમણૂક ગણતરીના દિવસોમાં જ થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

સી.આર.પાટીલની વિદાય બાદ ગુજરાત ભાજપના સુકાનીપદે કોને બેસાડવામાં આવશે તે મુદ્દે રાજકીય અટકળોનો બજાર ગરમ છે. સરકાર અને સંગઠનમાં તાલમેલ જાળવી શકે તેવા નેતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવા હાઈકમાન્ડે મન બનાવ્યું છે. આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાની પ્રમુખ પદ માટે પસંદગી થાય તેવી શક્યતા છે. હાલમાં પાટીદાર મુખ્ય પ્રધાન હોવાથી સામાજિક સમીકરણને જોતાં ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો એક પગ દિલ્હીમાં, બીજો પગ ગુજરાતમાં રહ્યો છે. પ્રધાન પદ અને પ્રદેશ પ્રમુખની બન્નેની જવાબદારી પાટીલથી સંભાળી શકાય તેમ નથી. આ જોતાં ખુદ પાટીલે જ વાવ વિધાનસભાની પેટાચૂંટણી પછી નવા પ્રદેશ પ્રમુખ નજીકના દિવસોમાં નિમાશે તેવા સંકેત આપી દીધા હતા. ભૂતકાળમાં એવુ બન્યું છે કે, પ્રદેશ પ્રમુખના જે નામો રેસમાં હોય તેના કરતાં કોઇ નવા ચહેરાને જ ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે.

Also read: સંસદમાં બબાલઃ શક્તિસિંહ ગોહિલ અને સી આર પાટીલના આમને સામને આકરા પ્રહાર…

પ્રદીપસિંહ વાઘેલાની સંગઠનમાં વાપસી થઇ શકે છે. તાજેતરમાં ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. આ સમ્મેલનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ હાજરી આપી હતી. જે બાદ અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે.

ગુજરાત ભાજપમાં અત્યાર સુધી મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી જ પ્રદેશ પ્રમુખ મળ્યા છે. હવે આ વખતે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. ગુજરાત ભાજપને સૌ પ્રથમ પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાતમાંથી એ.કે.પટેલ મળ્યા હતા. જોકે, ત્યારબાદ અત્યાર સુધી એક પણ નેતા ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા નથી. ઉત્તર ગુજરાતમાં ભાજપનો દબદબો વધારવા માટે હવે કોઇ નેતાને મોટી જવાબદારી સોપવામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને