અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)શિયાળાની શરૂઆત થઈ છે. તેમજ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત આઠ શહેરોમાં લધુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. જેમાં ગાંધીનગરમાં 11.4 ડિગ્રીના લઘુતમ તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં 15.9 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. અમદાવાદમાં ૩૦ નવેમ્બર બાદ 14 ડિગ્રીથી નીચે પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધશે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક સપ્તાહ ગાંધીનગરનું લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે.
સુરતમાં 20.4 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું
જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાંધીનગરમાં 11.4 ડિગ્રી, ડાંગમાં 13.6 ડિગ્રી, નલિયામાં 13.8 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી, રાજકોટમાં 15.0 ડિગ્રી પોરબંદરમાં 15.2 ડિગ્રી,ડીસામાં 15.4 ડિગ્રી, અમદાવાદમાં 15.9 ડિગ્રી, જામનગરમાં 16.2 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી ભાવનગરમાં 17.2 ડિગ્રી, ભુજમાં 17.9 ડિગ્રી, કંડલામાં 18.9 ડિગ્રી અને સુરતમાં 20.4 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું.
Also Read – Gujarat ને ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં સેનિટેશન એવોર્ડ 2024 એનાયત…
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કેટલાક સ્થળો પર ટૂંકાગાળા માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.હાલ રાજ્યમાં પૂર્વથી પશ્ચિમ તરફના પવનો આવી રહ્યા છે જેના કારણે તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને