Financial information  of municipalities successful  Gujarat is dire, energy  bills worthy  crores are pending

ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)રાજ્યની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. જેમાં રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી છે. રાજ્યની નગરપાલિકાઓની નબળી આર્થિક સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની પાસે તેમના વીજ બિલ ભરવા માટે પણ પૈસા નથી. ગુજરાતની 57 નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના વીજ બિલની ચૂકવણી બાકી હોવાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે.

311 કરોડનું વીજ બિલ બાકી

એક અહેવાલ મુજબ રાજ્યની 57 નગરપાલિકાઓએ રૂપિયા 311 કરોડના વીજ બિલની ચૂકવણી કરી નથી. જેના કારણે આ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટોના કનેક્શન કપાઈ શકે છે. આવકમાં ઘટાડાના કારણે નગરપાલિકાઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. પાણી સહિતના વિવિધ વેરા વસૂલવામાં નગરપાલિકા તંત્ર કડક ન હોવાના કારણે વહીવટીતંત્રની આવક ઘટી રહી છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનપ્રતિનિધિઓ પણ કડક વસૂલાત માટે રોકે છે. આ તમામ કારણોસર પાલિકા પાસે કમાણીનું કોઈ સાધન નથી. મહત્વની વાત એ છે કે ટેક્સની રકમ વધારવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ સરકાર તરફથી કોઇ જવાબ આવ્યો નથી.

સરકાર પાસેથી લોન લેવી પડશે

આ ઉપરાંત રાજ્યમાં નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ પ્રોજેક્ટ આધારે લોન આપે છે. રાજ્યની આ નગરપાલિકાઓની હાલત એવી થઈ ગઈ છે કે સરકારમાં દરખાસ્તો રજૂ કરીને અને 4 ટકાના વ્યાજે લોન લઈને વીજળીના બિલ ભરવા પડે છે. જો વીજ બિલ ભરવામાં અસમર્થ નગરપાલિકા આમ નહીં કરે તો સ્ટ્રીટ લાઇટો અને પાણીના બોરના કનેક્શન કપાઈ જવાની ભીતિ છે. જેના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને