અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ચોમાસાની વિધિવત વિદાય બાદ હવે શિયાળાની શરૂઆત થઇ છે. જેમાં રાજ્યના અનેક શહેરોમાં ફૂલ ગુલાબી ઠંડીની અસર સવારે જોવા મળી રહી છે. ત્યારે આ દરમ્યાન હવામાન વિભાગે આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ અઠવાડિયા દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવનાઓ નથી. તેમજ તાપમાનની દ્રષ્ટીએ પણ કોઈ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી.
અમદાવાદમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
અમદાવાદમાં મહત્તમ તાપમાન નોંધાયું છે તે હજુ પણ સામાન્ય કરતા 2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. અમદાવાદમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જેમાં સામાન્ય 0.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જોકે આમ છતાં તે સામાન્ય કરતા 3.7 ડિગ્રી વધુ છે.
મહત્તમ તાપમાન ડીસામાં 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ડીસામાં 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન સૌથી નીચું નલિયામાં 19.5 ડિગ્રી રહ્યું છે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં
પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે આગામી સમયમાં માવઠાના કોઈ એંધાણ ન હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે હજુ પણ ઠંડી અંગે કોઈ સ્પષ્ટ આગાહી કરી નથી.
આ પણ વાંચો…..Gujaratમાં Zika Virusની એન્ટ્રી, ગાંધીનગરમાં 75 વર્ષીય વૃદ્ધનો રિપૉર્ટ આવ્યો પોઝિટિવ
આમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે. શિયાળાની ઋતુ શરુ થઈ ગઈ છે તેમ છતાં ઠંડક માત્ર મોડી રાત્રે તથા વહેલી સવારે અનુભવાય છે. ત્યારે આગામી દિવસોમાં શિયાળાની શરૂઆત કયારે થશે તે અંગે હવામાન વિભાગે કોઇ સ્પષ્ટતા કરી નથી.