અમદાવાદઃ દિવાળી વિતી ગઈ હોવા છતાં હજુ ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે, પણ હાલ રાજ્યના હવામાનમાં કોઈ ફેરફારો થવાની સંભાવના નથી. બુધવારે કરવામાં આવેલી આગાહી મુજબ હવામાન હજુ પણ સૂકું રહેશે. તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી, પરંતુ સવારના સમયે તથા રાતના સમયે તાપમાનમાં સામાન્ય ઘટાડો થતા, થોડી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વડાના જણાવ્યા મુજબ ઉત્તર ભારતના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને પવનની દિશા પ્રમાણે ઠંડીનું જોર વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
Also Read – નવેમ્બરમાં પણ એસી ચાલુ રાખવું પડશે! હવામાન વિભાગે કરી આવી આગાહી…
અમદાવાદના હવામાન વિભગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ બુધવારે રાજ્યમાં સૌથી ગરમ શહેર નલિયા, રાજકોટ અને ડીસા રહ્યા હતા, જ્યાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જેટલુ નોંધાયું હતું. જ્યારે 19.4 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર રહ્યું હતું.
અમદાવાદનું મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જોકે, હજુ પણ તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રી જેટલું ઊંચું હતું. લઘુત્તમ તાપામાન 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. આ ઉપરાંત વડોદરા, મહુવા અને અમરેલીમા લધુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું.