પર્થ: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થઇ ચુકી છે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ પર્થના મેદાન પર રમાઈ (IND vs AUS 1st Test) રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 5 રનના સ્કોર પર ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો, જયસ્વાલે કુલ 8 બોલ રમ્યા પણ એક પણ રન ના બનાવી શક્યો. જયસ્વાલ વર્લ્ડ રેકોર્ડ બનાવવાથી ચુકી ગયો.
આ રેકોર્ડની નજીક:
ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે વર્ષ 2024માં ટીમ ઈન્ડિયા માટે ઘણા રન બનાવ્યા છે. જોકે આ સિરીઝની શરૂઆત તેના માટે બિલકુલ સારી રહી નથી.
Also read: IND vs AUS 1st Test: ભારતીય ટીમનું ટોપ ઓર્ડર ફરી ફેલ; લંચ સુધી મેચના હાલ
વર્ષ 2024માં અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વીએ 32 સિક્સ ફટકારી છે, જો તે પર્થ ટેસ્ટમાં વધુ બે સિક્સ ફફટકારે, તો ટેસ્ટ ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ તેના નામે થઇ જશે. હાલ આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ બ્રેન્ડન મેક્કુલમ ના નામ પર છે, તેણે વર્ષ 2014માં કુલ 33 સિક્સર ફટકારી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડીઓ:
- બ્રેન્ડન મેક્કુલમ – 33 સિક્સર (2014)
- યશસ્વી જયસ્વાલ – 32 સિક્સર (વર્ષ 2024)
- બેન સ્ટોક્સ – 26 સિક્સર (વર્ષ 2022)
- એડમ ગિલક્રિસ્ટ – 22 સિક્સર (વર્ષ 2005)
Also read: પ્રથમ ટેસ્ટ માટે ભારતની યંગ-ઇલેવન, રેડ્ડી-રાણાનું ડેબ્યૂAlso read:
ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ મહત્વપૂર્ણ:
ભારતીય ટીમને તાજેતરમાં ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવા માટે આ સિરીઝમાં ઓછામાં ઓછી ચાર મેચ જીતવી પડશે, જે ખૂબ જ મુશ્કેલ હશે, બીજી તરફ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને