આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક એવીડિયો વાઈર થઈ રહ્યો છે જેમાં એક બ્રિટિશ પર્યટક રસ્તો ભૂલી જાય છે અને કઈ રીતે એક શ્વાન દેવદૂત બનીને તેની મદદે આવે છે એની સુંદર સ્ટોરી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયોમાં એક વિદેશી પર્યટક પેરુના પહાડોમાં રસ્તો ભટકી જાય છે અને હેરાન થઈ જાય છે. આ પર્યટક 15,000 ફૂટની ઊંચાઈ પર પોતાના ગ્રુપથી છુટો પડી જાય છે. પોતે ગ્રુપથી અલગ પડી ગયો છે અને રસ્તો ભટકી ગયો છે એની જાણ થતાં જ તે નિરાશ થઈ જાય છે, પરંતુ એક શ્વાન દેવદૂત બનીને તેની મદદ આવે છે. આ શ્વાન બ્રિટિશ પર્યટકને સુરક્ષિત રીતે બહાર નીકળવાનો રસ્તો દેખાડે છે.
ખોવાઈ ગયેલા આ બ્રિટિશરે હવે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ વીડિયો આગની જેમ વાઈરલ થઈ ગયો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક ડોગી પુંટા યુનિયનના સાઈન બોર્ડ નજીક એક વ્યક્તિની રાહ જોઈ રહ્યો છે. આ વ્યક્તિ હુઆરાજ શહેરની પાસે પ્રસિદ્ધ સાંતા ક્રુઝ સર્કિટ પર ટ્રેકિંગ કરતી વખતે પોતાના ગ્રુપથી છુટો પડી ગયો હતો. આ મુશ્કેલ સમયમાં ક્યાંકથી એક શ્વાન તેની મદદ આવે છે એ પણ આશરે 15,000 ફૂટની ઉંચાઈ પર.
આ પણ વાંચો :અક્ષય-જ્હોનની આ ફિલ્મ નીકળી ફ્રેંચ નાટકની કોપી! 19 વર્ષ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા
મજાની વાત તો એ છે કે આ વીડિયોને @rainmeker1973 નામની આઈડી પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. હજારો-લાખો લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે અને તેના પર કમેન્ટ્સ અને લાઈક્સ કરી રહ્યા છે. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો… દિલ ખુશ થઈ જશે-
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને