Border – Gavaskar Trophy: ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે 22 નવેમ્બરથી પર્થમાં (Perth Test) પ્રથમ ટેસ્ટ શરૂ થશે.આ મેચ પહેલા ભારતીય કેપ્ટન (Team India Captain) રોહિત શર્માને (Rohit Sharma) લઈ મોટી જાણકારી સામે આવી છે. તે 24 નવેમ્બરે ભારતીય ટીમ સાથે જોડાઈ જશે. એટલેકે આ મુકાબલાના ત્રીજા દિવસે રોહિત શર્મા ટીમ સાથે જોવા મળશે. 15 નવેમ્બરે રોહિત શર્માની પત્નીએ બીજા બાળકને જન્મ આપ્યો હતો. આ કારણે ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા (India Tour of Australia 2024) સાથે પ્રવાસે ગયો નહતો.
આ પણ વાંચો: IND vs AUS Test series: BCCIએ આ બે ખેલાડીઓને વહેલા ઓસ્ટ્રેલિયા મોકલ્યા, આ કારણે લેવાયો નિર્ણય
5 ટેસ્ટ મેચની સીરિઝનો પ્રથમ મુકાબલો પર્થમાં શુક્રવારથી રમાશે. આ મેચમાં રોહિત શર્મા નહીં રમે. તે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસથી ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. આ સ્થિતિમાં રોહિત શર્મા બીજી ટેસ્ટમાં રમતો જોવા મળશે. બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.
રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં બુમરાહે કહ્યું, કોચ અને ટીમ મેનેજમેન્ટે પહેલા જ નેતૃત્વ કરવાને લઈ માહિતગાર કરી દીધો હતો. બુમરાહે પોતાને વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા અલગ ગણાવ્યો હતો. બુમરાહે તેની કેપ્ટનશિપની શૈલી રોહિત અને કોહલીથી અલગ ગણાવી હતી. બુમરાહે કહ્યું કે તેની કેપ્ટનશિપની પોતાની રીત છે. પ્રેસ કોન્ફરન્સમાં બુમરાહે કહ્યું, ટીમની આગેવાની કરવી સૌભાગ્યની વાત છે. મારી પોતાની રીત છે. વિરાટ અલગ છે, રોહિત અલગ છે અને મારી પોતાની અલગ રીત છે. હું કેપ્ટનશીપને એક પદ તરીકે જોતો નથી. મને જવાબદારી લેવી ગમે છે.
આ પણ વાંચો: IND vs AUS: ‘હું રોહિત-વિરાટથી અલગ છું…’ કેપ્ટન બુમરાહે ફાસ્ટ બોલર્સ અંગે કહી આ મહત્વની વાત
બુમરાહે કહ્યું કે ફાસ્ટ બોલરો વધુ સારા કેપ્ટન હોય છે. પેટ કમિન્સનું ઉદાહરણ આપતા તેણે જણાવ્યું કે તે કેવી રીતે અદ્ભુત કામ કરી રહ્યો છે. બુમરાહે કહ્યું, મેં હંમેશા ફાસ્ટ બોલરોને કેપ્ટન બનાવવાની હિમાયત કરી છે. તેઓ વધુ સ્માર્ટ હોય છે. પેટે શાનદાર કામ કર્યું છે. ભૂતકાળમાં કપિલ દેવ જેવા ઘણા ઉદાહરણો છે. પણ આશા છે કે નવી પરંપરા શરૂ થશે.
બુમરાહે ક્યારે કરી હતી કેપ્ટનશિપ
જસપ્રીત બુમરાહે 2022માં ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. ટીમ ઈન્ડિયાએ 2022માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ રમી હતી, જેમાં જસપ્રીત બુમરાહે ભારતની કમાન સંભાળી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે બુમરાહ કેવી કેપ્ટનશીપ કરે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને