મુંબઈ: બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયાના પર્થમાં આવેલા WACA ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ કરી રહી છે. ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે શરમજનક રીતે સિરીઝ હારી ગયા બાદ ભારતીય ટીમના ચાહકો નિરાશ છે. ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ લાઈન અપ ફેઈલ થઇ જતાં ચાહકોએ ચેતેશ્વર પૂજારાને (Cheteshwar Pujara) યાદ કર્યો હતો. ચાહકોએ માંગ કરી હતી કે પુજારાને ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવે.
પૂજારા નવી ભૂમિકામાં જોવા મળશે:
હવે, ચેતેશ્વર પૂજારાને ઓસ્ટ્રેલીયા મોકલવામાં આવ્યો છે, પરંતુ પુજારા આ વખતે અલગ જ રોલમાં જોવા મળશે. પુજારાને ટેસ્ટ સિરીઝમાં કોમેન્ટેટર તરીકે સામેલ કર્રાવમાં આવ્યો છે. ટૂર્નામેન્ટ માટે જાહેર કરવામાં આવેલી હિન્દી કોમેન્ટ્રી ટીમમાં પુજારાનું નામ પણ સામેલ છે. આ પહેલીવાર પૂજારા કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે.
સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે નિવૃત્તિ પછી ખેલાડી કોમેન્ટ્રી શરુ કરતા હોય છે, પરંતુ દિનેશ કાર્તિકે નિવૃત્તિ પહેલા જ કોમેન્ટ્રી શરૂ કરી દીધી હતી, હવે પુજારા પણ નિવૃત્તિ પહેલા જ કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન:
36 વર્ષીય પૂજારાએ ગયા વર્ષે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. ત્યારથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ પછી પણ પુજારા ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહોતો. તાજેતરમાં તેણે રણજી ટ્રોફીમાં છત્તીસગઢ સામે બેવડી સદી ફટકારી હતી.
પુજારાનો ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ:
ચેતેશ્વર પુરજાનો ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા સામે 25 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 49ની એવરેજથી 2074 રન બનાવ્યા છે. જેમાં 5 સેન્ચ્યુરી અને 11 ફિફ્ટી સામેલ છે. વાત તેણે ઓસ્ટ્રેલિયામાં 11 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 47ની એવરેજથી 993 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં પૂજારાની સૌથી મોટી ઇનિંગ્સ 193 રનની છે.
Also Read – IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આવી હોઈ શકે છે પ્લેઈંગ 11
ટેસ્ટ ક્રિકેટમાં ચેતેશ્વર પૂજારાનું પ્રદર્શન:
ચેતેશ્વર પુજારાએ વર્ષ 2010માં ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે 103 મેચ રમી છે. તેની 176 ઈનિંગ્સમાં પૂજારાએ 43.60ની એવરેજથી 7,195 રન બનાવ્યા છે. તેણે 19 સેન્ચ્યુરી અને 35 ફિફ્ટી પણ ફટકારી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને