Rinku Singh India 5th Test BCCI

કોલકાત: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ T20I મેચની સિરીઝની પહેલી મેચ આજે બુધવારે સાંજે કોલકાતાના ઐતિહાસિક સ્ટેડિયમ ઇડન ગાર્ડન્સ ખાતે (IND vs ENG 1st T20I, Kolkata)રમાશે. બે મહિના બાદ ટીમ ઇન્ડિયાને બ્લુ જર્સીમાં જોવા ચાહકો આતુર છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની યુવા સ્કવોડમાં એકથી વધીને એક યુવા ખેલાડીઓ છે. એવામાં આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તેના પર સૌની નજર છે.

નોંધનીય છે કે બટલરની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમે આ મેચ માટે ગઈ કાલે મંગળવારે પ્લેઇંગ-11 ટીમની જાહેરાત કરી હતી. ભારતીય ટીમમાં કોને કોને સામેલ કરવા અંગે કેપ્ટન સૂર્યા અને હેડ કોચ ગૌતમ ગંભીર ચર્ચા કરી રહ્યા છે.

મજબુત બેટિંગ લાઈનઅપ:
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો, ઓપનર્સ લગભગ ફિક્સ જ છે. અભિષેક શર્મા અને સંજુ સેમસન ઇનિંગની શરૂઆત કરશે. જ્યારે તિલક વર્મા ત્રીજા નંબરે બેટિંગ કરશે એ પણ લગભગ નક્કી જ છે, તિલકે દક્ષીણ આફ્રિકા સામેની સિરીઝ બે સદી ફટકારી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે રમશે. જ્યારે અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાંચમા નંબરે બેટિંગ કરવા આવી શકે. વિસ્ફોટક ફિનીશર રિંકુ સિંહ છઠ્ઠા ક્રમે જોવા મળી શકે છે.

ઓલરાઉન્ડરની પસંદગી:
જોવાનું એ રહેશે કેપ્ટન સુર્યા અને કોચ ગંભીર અને ઓલરાઉન્ડર વોશિગ્ટન સુંદર કે નીતિશ કુમાર રેડ્ડી બંને માંથી કોને પસંદ કરે છે.

બોલિંગ વિભાગ:
વાઈસ કેપ્ટન અક્ષર પટેલ બેટિંગ ક્રમમાં આઠમા નંબરે જોવા મળી શકે છે, અર્શદીપ સિંહ 9મા નંબર પર અને મોહમ્મદ શમી 10મા નંબરે જોવા મળશે. સ્પિનર વરુણ ચક્રવર્તીને 11મા નંબર માટે પસંદ કરવામાં આવી શકે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને સ્થાનિક ક્રિકેટમાં તેનું ફોર્મ સારું રહ્યું છે.

Also read: IND vs ENG 1st T20I માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11 જાહેર, જાણો કોને મળ્યું સ્થાન

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી/વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી

રીંકુ સિંહનું પત્તું કપાઈ શકે છે:
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જોવા મળ્યું છે કે હેડ કોચ ગૌતમ ગંભીર ટીમમાં વધુ ઓલરાઉન્ડરને સામેલ કરવાનું પસંદ કરે છે, જો ગંભીર T20માં પણ એ વલણ અપનાવે તો રિંકુ સિંહની જગ્યાએ નીતિશ રેડ્ડીને રમતા જોઈ શકાય છે. આવી સ્થિતિમાં, રિંકુ સિંહને બહાર બેસવું પડી શકે છે. જો કે ટોસ દરમિયાન જ અંતિમ પ્લેઇંગ-11 વિષે ખબર પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને