On the precise  archetypal  day, these teams bought 'captains', spent implicit    Rs.

મુંબઈ: ગઈ કાલે સાઉદી આરેબીયાના જેદ્દાહમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન (IPL Mega Auction) નો પ્રથમ દિવસ હતો, આજે મેગા ઓક્શનનો બીજો અને અંતિમ દિવસ છે. પ્રથમ દિવસે ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કર્યો હતો. આ દરમિયાન ઘણી ફ્રેન્ચાઇઝીઓએ ટીમોના કેપ્ટનશીપ સોંપવા ખલાડીઓ ખરીદ્યા હતાં.

કોલકાતા નાઈટ રાઈડર્સ:
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરને ખરીદ્યો. KKRએ વેંકટેશ અય્યરને ખરીદવા માટે ભારે બોલી લગાવી અને તેને 23.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. કોલકાતા વેંકટેશ અય્યરને અગામી સિઝનમાં ટીમનો કેપ્ટન બનાવી શકે છે.

ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરે તેણી જૂની ફ્રેન્ચાઈઝીમાં ફરીથી સામેલ થવા અંગે ખુશી વ્યક્ત કરી છે. હરાજી પહેલા KKR એ તેમના 2024 IPL વિજેતા કેપ્ટન શ્રેયસ અય્યરને રિટેન ન કરવાનો નિર્ણય લીધો હતો. આ જ કારણ હતું કે ટીમે વેંકટેશ અય્યરને ખરીદવા માટે હરાજીમાં મોટી રકમ ખર્ચી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ: વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, એનરિચ નોર્કિયા, હર્ષિત રાણા, રમનદીપ સિંહ, ક્વિન્ટન ડી કોક, અંગક્રિશ રઘુવંશી, રહેમાનુલ્લા ગુરબાઝ.

દિલ્હી કેપિટલ્સ:
દિલ્હી કેપિટલ્સે ઓક્શનના પહેલા દિવસે કેએલ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે, કેએલને આ વખતે 3 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું કારણ કે તે ગત સિઝન 17 કરોડ રૂપિયા સાથે લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો. કેએલની ખરીદી સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે કેએલ દિલ્હીનો આગામી કેપ્ટન બનવા જઈ રહ્યો છે.

દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ: અક્ષર પટેલ, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટ્રિસ્ટન સ્ટબ્સ, જેક ફ્રેઝર મેકગર્ક, હેરી બ્રુક, અભિષેક પોરેલ, સમીર રિઝવી, કરુણ નાયર.

પંત IPLનો સૌથી મોંઘો ખેલાડી:
લખનઉ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને ખરીદવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પંત માટે જોરદાર બોલી લગાવવામાં આવી હતી પરંતુ LSGએ અંત સુધી હાર ન માની 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં સફળ રહી. આ રીતે રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. LSGએ પંત માટે હરાજીમાં જે રીતે પૈસા ખર્ચ્યા તે સ્પષ્ટ છે કે તે આગામી સિઝનમાં ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

Also Read – આઇપીએલ-ઑક્શનના પ્રારંભિક તબક્કામાં કોણે કોને ખરીદ્યો?

લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડીઓ: ઋષભ પંત, નિકોલસ પૂરન, મયંક યાદવ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, આયુષ બદોની, મોહસીન ખાન, મિશેલ માર્શ, એડન માર્કરામ.

પંજાબ કિંગ્સ:
પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને રૂ. 26.75 કરોડની જંગી રકમમાં ટીમમાં સામેલ કર્યો. ગત સિઝનમાં KKRને ચેમ્પિયન બનાવવા છતાં, અય્યરને તેની ટીમે રીટેન કર્યો ન હતો. આ પછી જ્યારે ઓક્શનમાં અય્યરનું નામ આવ્યું ત્યારે પંજાબે ઐયરને પોતાની ટીમમાં સામેલ કરવા માટે 26 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. સ્પષ્ટ છે કે અય્યરને પંજાબ ટીમની કમાન સોંપવા જઈ રહ્યું છે.

પંજાબ કિંગ્સ: શ્રેયસ ઐયર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, પ્રભસિમરન સિંહ, હરપ્રીત બ્રાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને