PM Modi large  onslaught  connected  Rahul Gandhi earlier  Parliament Winter session

નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર(Parliament Winter Session)શરુ થતા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીએ પ્રથમ દિવસે સંસદ ભવન પરિસરના હંસ દ્વાર પર મહત્વપૂર્ણ વિષયો પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ સત્ર વર્ષ 2024 નું અંતિમ સત્ર  છે. આ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે અને કુલ 19 બેઠકો થશે. આ દરમિયાન પીએમ મોદીએ મીડિયાને સંબોધિત કરતા  વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર આડકતરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જેમને જનતાએ 80 વાર નકાર્યા છે તે સંસદમાં કામ રોકે છે. અમુક લોકો પોતાના રાજકીય સ્વાર્થ માટે સંસદને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.

સંસદનું આ સત્ર ઘણી રીતે વિશેષ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ કહ્યું,  હાલ 2024નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને દેશ 2025ની તૈયારી કરી રહ્યો છે. સંસદનું આ સત્ર ઘણી રીતે ખાસ છે અને સૌથી ખાસ બાબત એ છે કે બંધારણના 75મા વર્ષની શરૂઆત છે.  આવતીકાલે દરેક વ્યક્તિ બંધારણ સભામાં બંધારણની 75મી વર્ષગાંઠ ઉજવશે.

Also Read – Parliament Winter Session:સંસદનું શિયાળુ સત્ર હંગામા સાથે શરૂ થવાની શક્યતા, સરકાર બે મહત્વના બિલ રજૂ કરશે

પીએમ મોદી વધુમાં જણાવ્યું કે, આજે વિશ્વ ભારત તરફ મોટી આશા સાથે જોઈ રહ્યું છે. તેથી આપણે સંસદના સમયનો ઉપયોગ વૈશ્વિક સ્તરે ભારત માટે સન્માન વધારવા માટે કરવો જોઈએ.

આ બિલો પર ચર્ચા થઈ શકે છે

સંસદના શિયાળુ સત્રમાં રજૂ થનારા પાંચ નવા બિલોની યાદી બનાવી છે. સંયુક્ત સમિતિએ સત્ર દરમિયાન તેનો અહેવાલ રજૂ કર્યા પછી સરકારે વકફ સુધારા બિલને બંને ગૃહોમાં વિચારણા અને પસાર કરવા માટે પણ નક્કીકર્યું છે.  વક્ફ સુધારા બિલ પર સૌથી મોટો હંગામો થઈ શકે છે. કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર સુધી ચાલનારા સત્ર માટે વકફ એક્ટ એમેન્ડમેન્ટ બિલ સહિત 16 બિલની યાદી બનાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને