પર્થ: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી (IND vs AUS) લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમે આ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બુમરાહની કેપ્ટનશીપ હેઠળ આ પ્રથમ ટેસ્ટ મેચ જીતી છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે ઓસ્ટ્રેલિયાન ટીમ 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી રન ચેઝમાં ટ્રેવિસ હેડે 89 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ દરમિયાન ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી.
59મી ઓવરમાં હર્ષિત રાણાએ એલેક્સ કેરીને બોલ્ડ કરીને ટીમની જીત પર મહોર મારી હતી. કેરીએ બચાવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ધીમો બોલ સ્ટમ્પને અથડાયો. કેરી 58 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો.
(આ સ્ટોરી અપડેટ થઇ રહી છે)…
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને