Land for Job scam: દિલ્હીની કોર્ટે લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવને જામીન આપ્યા

2 hours ago 1

નવી દિલ્હી: કથિત લેન્ડ ફોર જોબ સ્કેમ (Land for Job scam) મામલે દિલ્હીની એક કોર્ટે રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ (Lalu Prasad Yadav), તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને મોટી રહાત આપી છે. રાઉસ એવન્યુ કોર્ટના સ્પેશીયલ જજ વિશાલ ગોગને RJD નેતાઓને દરેક ₹1 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. નોંધનીય છે કે તપાસ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી ન હતી.

કોર્ટે અગાઉ લાલુ પ્રસાદ, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ સામે સમન્સ જાહેર કર્યું હતું, પૂરક ચાર્જશીટની નોંધ લીધા બાદ જજે આરોપીઓ સામે સમન્સ જાહેર કર્યું હતું. આજે ત્રણેય કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતાં.


| Also Read: Lalu Prasad Yadav ની તબિયતને લઈને સામે આવ્યું મોટું અપડેટ, દિલ્હી એમ્સમાં કરાયા હતા દાખલ


સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેસ દાખલ કર્યો હતો. ઈડી દ્વારા 6 ઓગસ્ટે કોર્ટ સમક્ષ અંતિમ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.

તેજસ્વી યાદવે કહ્યું કે “તેઓ (ભાજપ) રાજકીય ષડયંત્રમાં વ્યસ્ત રહે છે. તેઓ એજન્સીઓનો દુરુપયોગ કરે છે. આ કેસમાં કશું નક્કર નથી. અમારી જીત નિશ્ચિત છે…”


| Also Read: નશામાં ધૂત કારચાલકે નવરાત્રી પંડાલમાં ઘૂસાડી કાર: એક ગાયનું મોત-અનેક ઘાયલ


તેજ પ્રતાપ લાલુ પ્રસાદના પરિવારના છઠ્ઠા સભ્ય છે, જેનું નામ આ કેસમાં સામેલ કરવામાં આવ્યું છે. ફરિયાદમાં લાલુ પ્રસાદ ઉપરાંત અન્ય સભ્યોમાં બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી, પૂર્વ ડેપ્યુટી સીએમ અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને પુત્રીઓ, લોકસભા સાંસદ મીસા ભારતી અને હેમા યાદવના નામ સામેલ છે.

રાબડી દેવી અને અન્ય આરોપી મીસા, હીમા યાદવ અને હૃદયાનંદ ચૌધરીને આ વર્ષે 7 માર્ચે ED કેસમાં નિયમિત જામીન આપવામાં આવ્યા હતા જ્યારે ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીને 4 ઓક્ટોબર, 2023ના રોજ કોર્ટે જામીન આપ્યા હતા.


| Also Read: “હું પહેલા નક્સલવાદી હતો” ફરીથી નક્સલવાદી બનીશ તો… જ્યારે નીતિન ગડકરી ભડક્યા


આ કેસની આગામી સુનાવણી 25 ઓક્ટોબરે કરવામાં આવશે

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article