Mahakumbh 2025

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં( Mahakumbh 2025)શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની અધ્યક્ષતા બુધવારને 22 જાન્યુઆરીના રોજ કેબિનેટની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં યોગી સરકારના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેશે તેમજ સંગમ સ્નાન પણ કરશે. આ કેબિનેટ બેઠકમાં રાજયના વિકાસને વેગ આપતી અનેક દરખાસ્તોને મંજૂરી આપવામાં આવશે.

વર્ષ 2019ના કુંભ મેળામાં મંત્રીમંડળ સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી

યોગી કેબિનેટની બેઠક બાદ સીએમ યોગી સહિત સમગ્ર મંત્રીમંડળના સભ્યો ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં ડૂબકી લગાવશે. આ પૂર્વે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 2019ના કુંભ મેળા દરમિયાન તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરી અને અન્ય સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું.

આપણ વાંચો: Mahakumbh 2025: સીએમ યોગી આદિત્યનાથે પીએમ મોદીને પાઠવ્યું પ્રયાગરાજના મહાકુંભ મેળાનું આમંત્રણ…

અરૈલમાં કેબિનેટ બેઠક યોજવાનો નિર્ણય

આ કેબિનેટ બેઠકમાં તમામ 54 મંત્રીઓને મહાકુંભમાં યોગી સરકારની બેઠકમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા છે. આ કેબિનેટ બેઠક બપોરે 12 વાગ્યે અરૈલના ત્રિવેણી સંકુલમાં શરૂ થશે. સંગમમાં સ્નાન કરવા આવતા ભક્તોને અસુવિધા ન થાય તે માટે અરૈલમાં કેબિનેટ બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે તે માટે સ્થળ બદલાયું

જેમાં મળતી માહિતી મુજબ, કેબિનેટ બેઠક પહેલા ફેર ઓથોરિટીના ઓડિટોરિયમમાં યોજાવાની હતી. પરંતુ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને બેઠકનું સ્થાન પાછળથી બદલવામાં આવ્યું. જો મેળા ઓથોરિટીના સભાગૃહમાં મંત્રીઓની બેઠક યોજાય તો વીઆઇપી સુરક્ષાને કારણે શ્રદ્ધાળુઓને તકલીફ પડી શકે તેમ હતી.

આપણ વાંચો: સંભલમાં પ્રાચીન મંદિર મળ્યુંઃ યોગી આદિત્યનાથે આપ્યું મહત્ત્વનું નિવેદન, શું રાતોરાત…?

મહાકુંભમાં સંગમ સ્નાન કરશે

મહાકુંભમાં યોજાનારી યોગી કેબિનેટની બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, કેબિનેટ મંત્રી સુરેશ કુમાર ખન્ના, સૂર્ય પ્રતાપ શાહી, સ્વતંત્રદેવ સિંહ, બેબી રાની મૌર્ય, જયવીર સિંહ, લક્ષ્મી નારાયણ ચૌધરી, ધરમપાલ, નંદગોપાલ નંદી અને સહિત બધા જ અનિલ રાજભર સહિત કુલ 21 મંત્રીઓ અને બાકીના સ્વતંત્ર હવાલો અને રાજ્યકક્ષાના કુલ 54 મંત્રીઓ સામેલ થશે. આ મંત્રીઓ મહાકુંભમાં સંગમ સ્નાન પણ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને