Maharashtra Elections: ભાજપે બીજા લિસ્ટમાં 22 ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

2 hours ago 1

Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ આજે 22 ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં ભાજપે 99 ઉમેદવારો જાહેર કર્યા હતા. બે લિસ્ટમાં થઈ ભાજપ દ્વારા કુલ 121 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ભાજપ અમિત ઠાકરેને સમર્થન આપવા માગે છે, પણ શિંદે સેના માનશે?

ભાજપનું બીજ લિસ્ટ જાહેર થતાં જ નાસિક સેન્ટ્રલ સીટને લઈ ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. વર્તમાન ધારાસભ્ય દેવયાની ફરાંદેને ફરી ટિકિટ આપવામાં આવી છે. બીજા લિસ્ટમાં અકોલા પશ્ચિમથી વિજય અગ્રવાલ, પુણે કેંટથી સુનીલ જ્ઞાનદેવ કાંબલે, ધુલે ગ્રામીણથી રામ ભદાણે, વાશિમથી શ્યામ ખોડે, મલકાપુરથી ચૈનસુખ સંચેતીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કેટલી સીટ છે
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટ છે, જેમાં બહુમત માટે 145નો આંકડો છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થશે, જ્યારે વર્તમાન વિધાનસભામાં ભાજપના 103 વિધાનસભ્ય છે, જેમાં એકનાથ શિંદેની શિવસેનાના 37 તથા એનસીપી (અજિત પવાર)ના 39 વિધાનસભ્ય છે. 

2019ની વિધાનસભા ચૂંટણીના મહત્ત્વના મુદ્દા
કુલ બેઠકો- 288
એસસી માટે અનામત-29
એસટી માટે આરક્ષિત- 25
મતદારોની સંખ્યા- 8,95,62,706
ગયા વખતે મતદાન મથકો – 95,473

21 ઓક્ટોબર 2019ના રોજ તમામ બેઠકો પર એક તબક્કામાં મતદાન થયું હતું.

પરિણામો 24 ઓક્ટોબર 2019 ના રોજ આવ્યા

2019ની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી?
ભાજપ- 105
કોંગ્રેસ-44
એનસીપી (અવિભાજિત)-54
શિવસેના (અવિભાજિત)-56
એસપી-2
એઆઈએમઆઈએમ-2
સીપીઆઈ(એમ)-1

2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને અવિભાજિત શિવસેના દ્વારા યુતિમાં લડવામાં આવી હતી.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article